Jamnagar News/ રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના 2 MOU થયા, પક્ષી અભ્યારણ્ય અને શાળાઓ – આંગણવાડીઓના વિકાસ માટે MOU સાઈન

સરકાર દ્વારા કરાયેલ 2 MOU માં જેમાં પહેલું પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે જ્યારે બીજું શાળાઓ-આંગણવાડીઓમાં જોયફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિ માટે કરવામાં આવ્યા.

Top Stories Gujarat Others
Yogesh Work 2025 03 18T180127.467 રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના 2 MOU થયા, પક્ષી અભ્યારણ્ય અને શાળાઓ – આંગણવાડીઓના વિકાસ માટે MOU સાઈન

Jamnagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા. નયારા એનર્જીએ વન વિભાગ સાથે જે MOU કર્યો છે તે અનુસાર જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર તયા ત્રણ વર્ષ માટે કુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની (ભીનાશ વાળી જમીન) પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવવિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે. એટલું જ નહીં, અભ્યારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવવિવિધતા ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરીઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને કેપેસિટી બિલ્ડીંગને પણ આવરી લેવામાં આવ્યા છે.

Yogesh Work 2025 03 18T175734.597 રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના 2 MOU થયા, પક્ષી અભ્યારણ્ય અને શાળાઓ – આંગણવાડીઓના વિકાસ માટે MOU સાઈન

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ખીજડિયા પક્ષી અભયારણ્ય (KRS) અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોની વૈવિધ્યતાની કારણે આ રામસર (આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત વિસ્તાર) સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. 185 પ્રકારના છોડ, 23 પ્રકારના પતંગિયા, 21 પ્રકાર ડ્રેગનફલાય પ્રકારના સરિસૃપ, 09 પ્રકારની માછલીઓ અને જીંગાની પ્રજાતિઓ, 321 જાતના પક્ષીઓ (જેમાં 125 પાણીના અને 09 સ્તનધારી પ્રજાતિઓનો સમાવેશ થાય છે). ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેયરની જોખમી પ્રજાતિઓની યાદી રેડ લિસ્ટ મુજબના 29 ઉલ્લેખનીય મહત્ત્વ ધરાવતી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

ખીજડિયાનું સ્થાનિક જળવિજ્ઞાનના નિયમનમાં ખીજડિયાની ભૂમિકા તેમજ સ્થાનિક અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં મોટું યોગદાન રહેલું છે. વરસાદી અને વહેતા પાણીથી ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં આવે છે આનાથી જમીનમાં ખારાશ પ્રવેશ અટકે છે. આ ખીજડિયા પક્ષી અભયારણ્ય 5 ગામો (ઇકો સેન્સિટિવ ઝોન) થી ઘેરાયેલું છે, જેમાં ખીજડિયા, ધુવાવ, જાંબુડા, સચાણા અને વિભાપર 1 થી 3 કિલોમીટરના અંતરે આવેલા ગમોનો સમાવેશ થાય છે. ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ અમલીકરણ એજન્સી તથા નયારા એનર્જી નાણાંકીય અને અન્ય સંસાધન સહયોગી એજન્સી તરીકે કાર્ય કરશે તેમ પણ MOUમાં જણાવવામાં આવ્યું છે.

Yogesh Work 2025 03 18T175824.416 e1742300936994 રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના 2 MOU થયા, પક્ષી અભ્યારણ્ય અને શાળાઓ – આંગણવાડીઓના વિકાસ માટે MOU સાઈન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નયારા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા સમજૂતી કરારને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાની 1300 સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળશે. આ હેતુસર નયારા એનર્જી આગામી શૈક્ષણિક વર્ષ એપ્રિલ-2025થી 3 વર્ષ એટલે કે માર્ચ-2028 સુધી આ પ્રોજેક્ટ હાથ ધરવાની છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી શાળાઓમાં શાળા દીઠ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના 150થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે. 1900 આંગણવાડીઓમાં બાળકો સમજી શકે તેવી ભાષામાં 90 પુસ્તકો મળશે જે બાળકોમાં પ્રારંભિક સાક્ષરતા વિકસાવશે. કુલ મળીને આશરે 3,75,000 પુસ્તકોના વિતરણ દ્વારા વાંચન અને નવી શીખ માટે એક મજબૂત આધારનું નિર્માણ આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી થશે.

આ ઉપરાંત, શિક્ષકો અને ગ્રંથપાલોને ગ્રંથાલય વ્યવસ્થાપન અને વાંચન સંલગ્નતા અંગે તાલીમ પણ આપવામાં આવશે તેના પરિણામે સંસાધનોના અસરકારક ઉપયોગ અને ટકાઉ અસર સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, ડિજિટલ વાંચનની ઉપલબ્ધતા અને ડિજિટલ માળખાને મજબૂત બનાવવા આ પહેલ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે અને હાલના ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અથવા ટેબલેટ થી સર્ચ શાળાઓના અભ્યાસક્રમમાં ડિજિટલ વાંચન સત્રોને એકીકૃત કરશે.  સાથો સાથ શિક્ષકોને શિક્ષણમાં ઓપન-સોર્સ ડિજિટલ લાઈબ્રેરીઓનો ઉપયોગ કરવા તેમજ ડિજિટલ વાંચન અને વર્ગખંડમાં એકીકૃત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગેની તાલીમ પણ આપવામાં આવશે.

Yogesh Work 2025 03 18T175923.483 રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના 2 MOU થયા, પક્ષી અભ્યારણ્ય અને શાળાઓ – આંગણવાડીઓના વિકાસ માટે MOU સાઈન

આ સમગ્ર પહેલ ગુજરાતના મજબૂત વાંચન સંસ્કૃતિના નિર્માણના પ્રયાસોને વધુ ગતિ આપશે, વિવિધ શિક્ષણના સ્તરોના બાળકો માટે ગુણવત્તા યુક્ત બહુભાષી વાંચન સામગ્રીનો વિસ્તાર, આંગણવાડીના બાળકોમાં બાળપણથી જ સાક્ષરતાને મજબૂત બનાવવી, ભૌતિક અને ડિજિટલ સાક્ષરતા સંસાધનો પર તાલીમ દ્વારા શિક્ષકોને સશક્ત બનાવવા, વાંચનમાં સુલભતા અને સમાવેશ શક્યતા વધારવા માટે ટેકનોલોજી અને ઓપન સોર્સ પ્લેટફોર્મ નો ઉપયોગ જેવી સર્વગ્રાહી બાબતોને આ MOUથી નવી દિશા મળશે.

આ MOU સાઇનિંગ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર, અગ્રમુખ્ય વન સંરક્ષક જયપાલ સિંઘ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથકુમાર અને નયારા એનર્જીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં