Not Set/ #Ahmedabad/ શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં ટ્રાફિક જામ, જાણો શું છે કારણ

રાજ્યમાં કોરોનાનો કહેર હજુ યથાવત છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ કફોડી બની છે. અહી રોજ કોરોનાનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે. તાજેતરમાં શહેરમાં સંપૂર્ણ લોકડાઉન છે, ત્યારે આવશ્યક વાહનો સિવાય દરેક આવાજાહી કરતા વાહનો પર પાબંદી છે, ત્યારે એલિસબ્રિજ વિસ્તારમાં ટ્રાફિકનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. મળી […]

Ahmedabad Gujarat

રાજ્યમાં કોરોનાનો કહેર હજુ યથાવત છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ કફોડી બની છે. અહી રોજ કોરોનાનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે. તાજેતરમાં શહેરમાં સંપૂર્ણ લોકડાઉન છે, ત્યારે આવશ્યક વાહનો સિવાય દરેક આવાજાહી કરતા વાહનો પર પાબંદી છે, ત્યારે એલિસબ્રિજ વિસ્તારમાં ટ્રાફિકનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદમાં લોકડાઉનનાં કારણે મોટા ભાગનાં બ્રિજ બંધ છે, જેના કારણે વાહનોનો ઘસારો આ બ્રિજ પર જોવા મળી રહ્યો છે. જો કે પોલીસ દ્વારા અહીથી પસાર થતા વાહનોને ઉભા રાખીને તેનુ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જે બાદ તેમને આગળ મોકલવામાં આવી રહ્યા છે. કારણ વિના નિકળતા લોકો પર પણ પોલીસનું ધ્યાન છે, જે લોકો કારણ વિના પોતાના ઘરેથી બહાર નિકળી રહ્યા છે તેમને ઉચિત દંડ પણ ફટકારવામાં આવી રહ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. 

અમદાવાદનાં એલિસબ્રિજ પર હાલમાં ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ગાડીઓનાં ચેકિંગ બાદ જ તને આગળ જવા દેવામાં આવતા અહી ગાડીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, લોકડાઉનનાં કારણે અમદાવાદમાં સુભાસબ્રિજ અને એલિસબ્રિજ આ બે બ્રિજ જ ચાલુ રાખવામાં આવ્યા હોવાના કારણે ગાડીઓનો મોટો ઘસારો આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.