Lifestyle News/ મગફળી ખાતા પહેલા સાવધાન! આ 5 પ્રકારના લોકો માટે ‘ગરીબોની બદામ’ બની શકે છે ઝેર સમાન, જાણો કોણે દૂર રહેવું?

મગફળી (Peanut )પ્રોટીનથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય છે, પણ તે દરેકના સ્વાસ્થ્ય માટે સારી નથી. જાણો વિગતવાર.

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Peanut

Health Tips :શિયાળો હોય કે ચોમાસું, ટાઈમપાસ કરવો હોય કે ભૂખ લાગી હોય, મુઠ્ઠીભર મગફળી (Peanuts) ખાવાની મજા જ કંઈક ઓર છે. તેને ‘ગરીબોની બદામ’ કહેવામાં આવે છે કારણ કે તે સસ્તી હોવાની સાથે પ્રોટીન અને વિટામિન્સનો ભંડાર છે.

પરંતુ શું તમે જાણો છો કે અમૃત ગણાતી આ મગફળી અમુક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે? આયુર્વેદ અને વિજ્ઞાન મુજબ, કેટલીક શારીરિક પરિસ્થિતિઓમાં મગફળી ખાવાથી ફાયદાને બદલે ગંભીર નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવા 5 પ્રકારના લોકો વિશે જણાવીશું જેમને મગફળી ખાતા પહેલા સો વાર વિચારવું જોઈએ.

Peanut

1. એલર્જી ધરાવતા લોકો મગફળી(Peanut)થી દૂર રાહવું 

દુનિયામાં સૌથી વધુ કોઈ ફૂડ એલર્જી જોવા મળતી હોય તો તે મગફળી (Peanut) ની છે.

લક્ષણો: ઘણા લોકોને મગફળી (Peanut) ખાધા પછી ત્વચા પર લાલ ચકામા (Rashes), ખંજવાળ આવવી, ચહેરો કે હોઠ સૂજી જવા અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

સલાહ: જો તમને મગફળી ખાધા પછી શરીરમાં આવો કોઈ પણ ફેરફાર જણાય, તો તરત જ તેને ખાવાનું બંધ કરો. આ એલર્જી ક્યારેક ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

Peanut

2. વજન ઘટાડવા માંગતા લોકો (Weight Watchers)

જો તમે ડાયટિંગ પર છો અને વજન ઓછું કરવા માંગો છો, તો મગફળી (Peanut) થી થોડું અંતર રાખવું જરૂરી છે.

કારણ: મગફળી (Peanut) માં પ્રોટીન હોય છે, પણ સાથે સાથે તેમાં કેલરી અને ફેટ (ચરબી) નું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે.

નુકસાન: જો તમે સ્વાસ્થ્યવર્ધક માનીને વધુ પડતી મગફળી (Peanut) ખાવ છો, તો તમારું વજન ઘટવાને બદલે વધી શકે છે. મેદસ્વી લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

Peanut

3. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ (High BP Patients)

હાઈ બીપીના દર્દીઓ માટે સાદી મગફળી (Peanut) કરતા ‘ખારી શીંગ’ (Salted Peanuts) વધારે જોખમી છે.

કારણ: મગફળીમાં કુદરતી રીતે સોડિયમ ઓછું હોય છે, પણ લોકો તેને મીઠા સાથે શેકીને અથવા તળીને ખાય છે.

નુકસાન: વધારાનું મીઠું શરીરમાં સોડિયમનું લેવલ વધારે છે, જે બ્લડ પ્રેશરને તરત જ હાઈ કરી શકે છે. જો તમને બીપીની તકલીફ હોય તો પેકેટમાં મળતી ખારી કે મસાલા શીંગ બિલકુલ ન ખાવી જોઈએ.

Peanut

4.સોજા કે બળતરાની સમસ્યા (Inflammation)

જો તમને શરીરમાં વારંવાર સોજા આવતા હોય અથવા સાંધાના દુખાવાની તકલીફ હોય, તો મગફળી ચેતીને ખાવી.

કારણ: મગફળીમાં ઓમેગા-6 ફેટી એસિડ વધારે હોય છે, જ્યારે ઓમેગા-3 ઓછું હોય છે.

નુકસાન: શરીરમાં ઓમેગા-6 નું પ્રમાણ વધી જાય તો તે અસંતુલન પેદા કરે છે, જેના કારણે શરીરમાં આંતરિક બળતરા (Inflammation) વધી શકે છે. આર્થરાઈટીસના દર્દીઓએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું.

Peanut

5. પાચન અને મિનરલ્સની ઉણપ (Digestion Issues)

મગફળી પચવામાં ભારે હોય છે અને તે પોષકતત્વોના શોષણમાં અવરોધ પણ બની શકે છે.

કારણ: મગફળી (Peanut) માં ફાયટીક એસિડ (Phytic Acid) નામનું તત્વ હોય છે.

નુકસાન: આ તત્વ શરીરને ભોજનમાંથી મળતા ઝીંક, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સને શોષતા અટકાવે છે. જે લોકોને ગેસ, એસિડિટી કે અપચાની તકલીફ હોય, તેમના માટે મગફળી મુસીબત વધારી શકે છે.

મગફળી ખરાબ નથી, પણ ‘અતિ સર્વત્ર વર્જયેત’ – એટલે કે કોઈપણ વસ્તુનો અતિરેક ખરાબ છે. જો તમે ઉપર જણાવેલી કોઈ કેટેગરીમાં આવતા હોવ, તો ડોક્ટરની સલાહ લીધા પછી જ મગફળીનું સેવન કરો. સ્વસ્થ વ્યક્તિ પણ દિવસમાં મુઠ્ઠીભરથી વધુ મગફળી (Peanut) ખાય તો નુકસાન થઈ શકે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં ઠંડી ઉડાડવા અને શરીરને લોખંડી તાકાત આપવા ઘરે બનાવો આ 6 ‘પ્રોટીન રિચ’ શાક: અહીં જાણો ફાયદા અને બનાવવાની રીત

આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!

આ પણ વાંચો: શિયાળામાં સ્વેટરની જરૂર જ નહીં પડે! ડાયટમાં સામેલ કરો આ 5 ‘નેચરલ હીટર’ જેવા ફૂડ્સ, શરીર અંદરથી રહેશે ગરમ અને બીમારીઓ રહેશે દૂર