Lifestyle/ નાસ્તામાં ખાઓ પ્રોટીનથી ભરપૂર મસૂર દાળના ચીલા…વજન ઘટાડવામાં અસરકારક…ઝટપટ રેસિપી..!

જો તમે ચણાના લોટ અને સોજીના ચીલા ખાઇ-ખાઇને કંટાળી ગયા હો તો આ મસૂર દાળના ચીલા (Masoor Dal Chilla) બનાવો….એ તદ્દન જાળીદાર અને નરમ મુલાયમ બનશે…

Trending Food Health & Fitness Lifestyle
Masoor Dal Chilla, સવારના નાસ્તા, વજન ઘટાડવા, ડિનર, વાનગી

Lifestyle: સવારના નાસ્તામાં કશુંક એવું ખાવું જોઇએ કે જે સ્વાદિષ્ટ હોય અને જેને બનાવવું સરળ પણ હોય! જેને ખાવાથી શરીરને ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય એવી વસ્તુમાંથી વાનગી બનાવીને ખાવી જોઇએ. આ માટે મસૂર દાળના ચીલા (Masoor Dal Chilla) ઉત્તમ વિકલ્પ છે.

બ્રેકફાસ્ટ માટે ચીલા કે પુડલા શ્રેષ્ઠ ઓપ્શન

નાસ્તો તો એવો હોવા જોઇએ કે જે ખાવાથી પેટ ભરાઇ જાય અને સ્વાદ પણ આવે! સવારે બ્રેકફાસ્ટ માટે ચીલા શ્રેષ્ઠ ઓપ્શન છે. જો તમે ચણાના લોટ અને સોજીના ચીલા ખાઇ-ખાઇને કંટાળી ગયા હો તો આ મસૂર દાળના ચીલા બનાવો….એ તદ્દન જાળીદાર અને નરમ મુલાયમ બનશે…એને ગરમાગરમ ખાવાની મજા જ કંઇ ઓર છે!

સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક વાનગી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે મસૂર દાળના ચીલા!

આ ચીલા બનાવવા માટે તમારે દાળને પલાળવાની રહેશે. મસૂર દાળના ચીલા વજન ઘટાડવા (Weight Loss) માટે બેસ્ટ ઓપ્શન છે જેને ખાવાથી તમારું પેટ પણ ભરેલું રહેશે! આથી વારંવાર ભૂખ પણ નહિં લાગે…તો ચાલો વિના વિલંબે જાણી લઇએ કે, મસૂર દાળના ચીલા શી રીતે બનાવી શકાય અને એ માટે તમને કઇ-કઇ સામગ્રીની આવશ્યકતા રહેશે?

શી રીતે બનાવશો મસૂર દાળના ચીલા? (Masoor Dal Chilla Recipe)

મસૂર દાળના ચીલા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Masoor Dal Chilla, સવારના નાસ્તા, વજન ઘટાડવા, ડિનર, વાનગી

સામગ્રી

1 કપ લાલ મસૂર દાળ

1 મધ્યમ કદનું બટાટું

1 મધ્યમ ડુંગળી

1 ઇંચ આદુનો ટુકડો

1 નાની ચમચી આખું જીરુ

1/2 ચમચી ગરમ મસાલો

Masoor Dal Chilla, સવારના નાસ્તા, વજન ઘટાડવા, ડિનર, વાનગી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 1 કપ લાલ દાળ અર્થાત્ ધોયેલી મસૂર દાળ લેવાની રહેશે. દાળને પહેલા તો 2-3 વખત ધોઇ લેવી અને પછી એમાં પાણી ઉમેરીને 5-6 કલાક પલાળી રાખવી.

2. હવે આ પલાળેલી દાળને કોઇ મિક્સર જારમાં ધોયેલી મસૂર દાળ લેવાની રહેશે.

3. એમાં 1 મધ્યમ કદનું બટાટું, 1 મધ્યમ ડુંગળી (Potato & Onion), આદુ, આખું જીરુ અને 2 લીલા મરચા તથા ગરમ મસાલા ઉમેરો.

4. દાળ વાટતી વખતે એમાં થોડું પાણી ઉમેરી શકો છો. આ તમામ સામગ્રીની બારીક પેસ્ટ તૈયાર કરી લો.

5. હવે તમારે આ બેટરને રેસ્ટ આપવાની જરુર નથી એમાંથી તમે તરત જ ચીલા ઉતારી શકશો.

6. એક નૉન સ્ટિક તવો લઇને એને તેલથી ગ્રીસ કરી લો. હવે તવાને ગરમ થવા દો.

7. તવી ગરમ થાય એટલે એની ફ્લેઇમ એકદમ ધીમી કરીને એના પર દાળનું બેટર ઉમેરીને ચીલાને ફેલાવી લો.

8. ચીલાને ફેલાવ્યા બાદ તરત જ ઉપર તાજી સમારેલી કોથમીર ભભરાવો.

9. ચીલાને ધીમા તાપે આરામથી શેકાવા દો. અને એની ફરતે થોડું દેશી ઘી (Desi Ghee) ઉમેરો અને ચીલાને હળવે હાથે દબાવીને શેકી લેવો.

10. હવે આ ચીલાને ઉલટાવી લેવો અને બીજી તરફથી પણ સહેજ વાર શેકી લેવો.

Masoor Dal Chilla, સવારના નાસ્તા, વજન ઘટાડવા, ડિનર, વાનગી

આ જ વિધિથી તમામ ચીલા તૈયાર કરી લેવા. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને પોષણ સભર મસૂર દાળના ચીલા…એને તમે રાત્રિના ખાણા અથવા તો સવારના નાસ્તા (Dinner or Breakfast) તરીકે ચટણી અથવા તો સૉસ સાથે ખાઇ શકો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…