US Tech Professionals Migrating to Europe: દાયકાઓથી દુનિયાભરના ટેક સ્ટુડન્ટ્સ માટે અમેરિકા (US) સફળતાનું પરમ ધામ રહ્યું છે. સિલિકોન વેલીમાં ડોલરમાં કમાણી કરવી એ દરેક સોફ્ટવેર એન્જિનિયરનું સપનું હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકાના હાઈ-ટેક પ્રોફેશનલ્સ અને STEM ફિલ્ડના નિષ્ણાતો હવે અમેરિકા છોડીને યુરોપ અને ખાસ કરીને ફિનલેન્ડ જેવા દેશોમાં સ્થાયી થવા માંગે છે.
વધુ પગાર નહીં, પણ સુરક્ષાની શોધ
હકીકતમાં આ પ્રોફેશનલ્સ વધુ પૈસા માટે નહીં, પણ ‘જોબ સિક્યોરિટી’ અને ‘લાઇફ સ્ટેબિલિટી’ માટે પલાયન કરી રહ્યા છે. અમેરિકામાં છટણીનો ડર અને અનિશ્ચિતતા એટલી વધી ગઈ છે કે લોકો ઓછી સેલરી સ્વીકારીને પણ યુરોપ જવા તૈયાર છે. હાલમાં જ ફિનલેન્ડ સરકારના ‘વર્ક ઇન ફિનલેન્ડ’ પ્રોગ્રામમાં અમેરિકન ટેક પ્રોફેશનલ્સની ભારે ભીડ જોવા મળી હતી.
શા માટે ‘અંકલ સેમ’ થી મોહભંગ થઈ રહ્યો છે?
અમેરિકા (US)છોડવા પાછળના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે:
રાજકીય અસ્થિરતા: વારંવાર થતા ફેડરલ શટડાઉન અને રિસર્ચ ફંડિંગમાં કાપને કારણે વૈજ્ઞાનિકોમાં અસલામતી પેદા થઈ છે.
AI અને છટણીનો ખૌફ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નામે મોટી ટેક કંપનીઓ મોટા પાયે છટણી કરી રહી છે, જેના કારણે યુવાનોને પોતાનું ભવિષ્ય જોખમમાં લાગે છે.
સોશિયલ સેફ્ટી નેટનો અભાવ: ફિનલેન્ડ અને જર્મની જેવા દેશોમાં બીમારી કે બેરોજગારીના સમયે સરકાર સંપૂર્ણ મદદ કરે છે, જ્યારે અમેરિકામાં ‘હાયર એન્ડ ફાયર’ કલ્ચરથી લોકો ડરી રહ્યા છે.
સસ્તી સેલરી મંજૂર, પણ US માં રોડ પર સૂવું નથી!
એક એઆઈ (AI) એન્જિનિયરના જણાવ્યા મુજબ, યુરોપમાં ટેક્સ વધુ છે અને સેલરી ઓછી છે, તેમ છતાં ત્યાં ભરોસો છે કે કોઈ બેઘર થઈને રસ્તા પર નહીં સૂવે. ફિનલેન્ડમાં માત્ર બે અઠવાડિયામાં રેસિડેન્સ પરમિટ અને હેલ્થકેર-ચાઇલ્ડકેર પર સરકાર તરફથી ભારે સબસિડી મળે છે. આ જ કારણ છે કે હવે અમેરિકન દિગ્ગજો પણ ‘શાંતિ’ ની શોધમાં પશ્ચિમી દેશો છોડી રહ્યા છે.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન

