Covid-19/ રાખજો સાવધાની!! નવરાત્રિનાં પ્રથમ દિવસે દેશમાં વધ્યા કોરોનાનાં નવા કેસ

દેશમાં જ્યારે આજથી નવરાત્રિની શરૂઆત થઇ છે, ત્યારે કોરોના વાયરસનાં કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 22,431 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
નવરાત્રિની

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 23.64 કરોડ થયા છે. આ મહામારીનાં કારણે કુલ 48.27 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 6.36 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને કુલ રસીકરણની સંખ્યા અનુક્રમે 236,484,982 – 4,827,915 – 6,367,681,328 છે. વળી ભારતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – અકસ્માત / દેશનાં આ ભાગમાં થયો એવો અકસ્માત, લોકોની નીકળી ગઇ ચીસો, 13 લોકોનાં મોત

દેશમાં જ્યારે આજથી નવરાત્રિની શરૂઆત થઇ છે, ત્યારે કોરોના વાયરસનાં કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 22,431 નવા કેસ નોંધાયા છે. વળી, 24,602 દર્દીઓ પણ કોરોનામાંથી ઠીક થયા છે. 24 કલાકમાં કોરોનાથી 318 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ-19 નાં સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. એક્ટિવ કેસ ઘટીને 2,44,198 પર આવી ગયા છે. દેશનાં કુલ કેસોમાંથી કેરળમાં 12,616 કેસ અને 134 લોકોનાં મોત નોંધાયા છે. કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં કોરોના સંક્રમણનાં આટલા મોટા પ્રમાણમાં કેસ નોંધાયા છે. બીજી બાજુ, હવે દેશમાં કોરોનાનાં કેસો વધીને 3,38,94,312 થઈ ગયા છે. વળી, એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 2,44,198 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં રસીકરણની સંખ્યા 92 કરોડને પાર કરી ગઈ છે. ગઈકાલે કોરોના વાયરસ રસીનાં 43 લાખ 9 હજાર 525 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીનાં ડોઝની સંખ્યા વધીને 92 કરોડ 63 લાખ 68 હજાર 608 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 14 લાખ 31 હજાર 819 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ ગઈકાલ સુધી કુલ 57 કરોડ 86 લાખ 57 હજાર 484 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો – ભાવ વધારો / તો શું નહી મળે સામાન્ય નાગરિકને રાહત? આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

બુધવારે, કેરળમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 12,616 નવા કેસ નોંધાયા હતા અને મહામારીનાં કારણે વધુ 134 દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 47,51,434 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 25,811 પર પહોંચી ગઈ છે. કેરળમાં એક દિવસમાં 14,516 લોકો કોરોનાથી ઠીક થયા છે. રાજ્યમાં કોવિડ-19 થી પીડાતા અત્યાર સુધીમાં 46,02,600 લોકો ઠીક થયા છે અને હવે 1,22,407 દર્દીઓ એક્ટિવ છે. છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 98,782 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.