ગુજરાત માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ ક્લાર્યું છે . કોરોનાની આ લહેર ખુબજ ભયંકર છે જેમાં વૃદ્ધો થી લઈને નાના બાળકો કોરોના સંક્રમિત થાય છે.સુરતમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો જેમાં ફક્ત 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયું.
ઉલ્લેખનીય છે કે બાળક કોરોના સંક્રમિત માતાને લીધે થયું હોવાનું જાણવા મળ્યું છે .આ 11 દિવસના કુમળા એવા બાળકની સ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે જેના માટે તેને રેમેડિસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર પડી. સુરત ડાયમંડ હોસ્પિટલમાં નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે. આવા કપરા સમયમાં જે પણ ગર્ભવતિ સ્ત્રીહોઈ તેમને ખુબ જ કાળજી રાખીને ડોક્ટરને નાની-મોટી તમામ તકલીફો અંગે માહિતગાર કરવા ખુબ જ જરૂરી છે.જેથી યોગ્ય સારવાર મળી શકે.
ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાનો ફેલાવો ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સારવાર કરતા ડોક્ટર પણ હવે આ વાયરસની ઝપટમાં આવવા લાગ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સિવિલનાં 1, સ્મિમેરનાં 2 ડોક્ટરો કોરોના સંક્રમિત છે. વળી 15 ડોક્ટરો એવા છે કે જેઓ ખાનગી દવાખાનામાં છે, તેવો પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ ઉપરાંત સુરતમાં સુરક્ષાની જવાબદારી જે પોલીસકર્મીઓનાં હાથમાં છે ત્યા પણ કોરોનાએે પોતાનો પગપેસારો કરી દીધો છે. સુરતમાં 2 PSI, 1 પોલીસ જવાન સંક્રમિત થયા હોવાના સમાચાર છે. વળી સુરત મનપાનાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેે.
