Surat News : સુરતમાં મોટા વરાછાવિસ્તારમાં બનેલા એક બનાવમાં સાવકા પિતાએ જ પોતાની 15 વર્ષની દિકરીને હવસનો શિકાર બનાવી હતી. આ નરાધમ સાવકા બાપે 12 વર્ષ અગાઉ એકલતાનો લાભ લઈને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહી તેનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં છેલ્લા 12 વર્ષના સમયગાળા દરમિયાન સાવકા પિતાએ વીડિયો અને ફોટાને આધારે બ્લેકમેલ કરીને શારીરિક સંબંધ બાંધવાના અનેક વખત પ્રયાસ કર્યા હતા. જોકે દિકરી તાબે થઈ ન હતી.અંતે 12 વર્ષથી સતત માનસિક રીતે દબાણ આપવાનું ચાલુ રાખતાં ભોગ બનનાર દીકરીએ સાવકા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા. ત્યાર બાદ તેની માતાના સાસરિયાં પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા, ત્યાર બાદ કિશોરી તેની માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી.
12 વર્ષ પહેલાં સાવકા પિતાએ 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની એકલતાનો લાભ લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધતો હોય એવા ફોટા અને વીડિયો પણ ઉતારી લીધો હતો. જેની જાણ દીકરીને પણ ન હતી, જોકે ત્યાર બાદ અવારનવાર છેલ્લાં 12 વર્ષથી સાવકો પિતા તેને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, પરંતુ દીકરી સાવકા પિતાને તાબે થઈ ન હતી.
સાવકા પિતાએ છેલ્લાં 12 વર્ષથી વીડિયો વાઈરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાનપરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું, જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એને લઈને પોલીસે સાવકા પિતા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોક્સોની કલમ પણ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ, 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો
આ પણ વાંચો: સુરતના સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ
આ પણ વાંચો: સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને બેન્ક એકાઉન્ટ કિટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ
