Not Set/ જામનગરના યુવકનો અનોખો પક્ષી પ્રેમ, જાણીને તમે પણ કહેશો વાહ ભાઈ શું પક્ષીઓની સેવા છે…

સૌરાષ્ટ્રનું પેરિસ, છોટી કાશી આવા ઉપનામોથી જાણીતું જામનગર. આ જામનગરમાં અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે, અનેક વ્યક્તિઓ સેવાકીય પ્રવૃત્તિ કરે છે.પરંતુ

Gujarat Others
પક્ષીઓ
  • જામનગરના યુવકનો અનોખો પક્ષી પ્રેમ
  • યુવકે પોતાનું ઘર પક્ષીઓને રહેવા સોંપી ધીધું
  • પોતાના ઘરમાં રહે છે 250થી વધુ પક્ષીઓ
  • પક્ષીઓની સારવાર માટે બનાવ્યું ICU વોર્ડ

ભાવનગરના આ યુવકની પક્ષી સેવા જોઈને તમે પણ કહેશો કે, વાહ ભાઈ શું પક્ષીઓની સેવા છે. કારણ કે આ યુવકે 250થી વધારે પક્ષીઓ ને રહેવા માટે પોતાનું ઘર આપી દીધું. ત્યારે કોણ છે આ યુવક અને શું છે તેમની સેવાકીય પ્રવૃતિ જોઈએ..

આ પણ વાંચો :ગુજરાતમાં વધુ એક ફાયરિંગની ઘટના, જાણો હવે ક્યાં જિલ્લામાં બની ઘટના

સૌરાષ્ટ્રનું પેરિસ, છોટી કાશી આવા ઉપનામોથી જાણીતું જામનગર. આ જામનગરમાં અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે, અનેક વ્યક્તિઓ સેવાકીય પ્રવૃત્તિ કરે છે.પરંતુ જામનગરના એક યુવકે 250થી વધારે પક્ષીઓને રહેવા માટે પોતાનું સોંપી દીધું છે.જી હા. કેટલાંક પક્ષીઓ શારીરિક રીતે નબળા છે, અથવા તો જેવો બહાર હરિફરી શકવા માટે સક્ષમ નથી. તેવા પક્ષીઓને જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા આશિષ કેશુભાઈ માડમએ પોતાનું ઘર જ આ અબોલ પક્ષીઓ માટે આપી દીધું છે. ત્યારે આ અંગે આશીષભાઈ શું કહે છે  જાણીએ…

હવે આપને જણાવી દઈએ કે, અહીં એક પગ વાળો કબૂતર, ચેલેન્જડ કાગડો, બીમાર પહાડી પોપટ, બગલો, મોર, સસલો, મુરધી, ખિસકોલી, કાચબા સહીત અનેક પક્ષીઓને સારવાર પણ મળે છે. અને તેઓ સાજા થઈ આઝાદીથી પોતાનું જીવન અહીંયા પસાર કરે છે. આશીષભાઈ માડમ વિવિધ પક્ષીઓ માટે ભગવાનના સ્વરૂપ છે.કારણ કે તેણે અત્યાર સુધીમાં 250થી વધારે પક્ષીઓને પોતાનું ઘર રહેવા અને સારવાર માટે સોંપી દીધું છે.

લગભગ એક વર્ષ પહેલા આશિષભાઇએ  બે નાના સસલાઓ સાથે આ અનોખો પરિવાર શરૂ કર્યો હતો. જે હવે 200થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ સાથે હવે એક મોટો પરિવારમાં પરિવર્તિત થયો છે. અહીં ડૉક્ટરો પણ દરરોજ બે વાર પક્ષીઓને અને પ્રાણીઓની સારવાર માટે આવે છે. પરિવારના આ ખાસ સભ્યો જ્યારે ખૂબ ગંભીર બીમાર અથવા ઘાયલ હોય ત્યારે તેમની વિશેષ સારવાર માટે એક ICU કેબિન પણ બનાવેલ છે.

આ પક્ષીઘર ચલાવવા માટે કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી.જો કોઈને ઈચ્છા હોય તો તે ત્યાં જઈને પક્ષીઓને ચણ નાખી શકે છે. પક્ષીઓ માટે ચાલી રહેલા આ ઘરમાં અનેક જીવો કોઈના પણ ભય વિના જીવી રહ્યા છે..ત્યારે ખરા અર્થમાં અહીં રહેતા પશુ પક્ષીઓના પણ ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું હોય તેમ માનવામાં કાંઈ ખોટું નથી.

આ પણ વાંચો : સુરતની જુવેનાઇલ હોમમાં કોરોનાની એન્ટ્રી, જાણો કેટલા કર્મીઓ સંક્રમિત…..

આ પણ વાંચો :સાડા ત્રણ માસ પૂર્વે સગીરાને ભગાડી જનાર શખ્સને ઓરિસ્સાથી શોધી કાઢતી હળવદ પોલીસ

આ પણ વાંચો :  કેવી રીતે ભણશે ગુજરાત? ધોરાજીની સરકારી સ્કૂલની દયનીય સ્થિતિ જોઈને તમે પણ આ જ કહેશો..

આ પણ વાંચો : અમદાવાદમાં બુટલેગરોની દાદાગીરી, પોલીસને દોડાવી દોડાવીને માર્યો માર