Not Set/ INDvsSA T20 : ટીમ ઇન્ડિયાએ જીત્યો ટોસ, મહેમાન ટીમને પહેલા બેટિંગનું આપ્યુ આમંત્રણ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી 20 શ્રેણીની બીજી મેચ મોહાલીનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાવા જઇ રહી છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ધર્મશાળામાં શ્રેણીની પહેલી મેચ અવિરત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આજની મેચ બંને ટીમો જીતીને શ્રેણીમાં એક પોઇન્ટ બનાવવાનો […]

Top Stories Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી 20 શ્રેણીની બીજી મેચ મોહાલીનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાવા જઇ રહી છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ધર્મશાળામાં શ્રેણીની પહેલી મેચ અવિરત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આજની મેચ બંને ટીમો જીતીને શ્રેણીમાં એક પોઇન્ટ બનાવવાનો પ્રયાસ કરશે. જો આપણે ટી-20 ના આંકડા જોઈએ તો દક્ષિણ આફ્રિકા પર ટીમ ઈન્ડિયાનો પલડુ ભારે છે.

ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ ગયા બાદ બુધવારે અહીંનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે યોજાનારી બીજી ટી-20 મેચમાં લીડ લેવાનાં ઇરાદાથી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો છે.

રવિવારે ધર્મશાળામાં બંને ટીમો વચ્ચેની પહેલી મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસનાં શાનદાર સમાપન બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતે ટેસ્ટ, વનડે અને ટી-20 માં ક્લિન સ્વીપ કર્યું હતું. ભારતે વિન્ડિઝને દરેક ફોર્મેટમાં એકતરફી પરાજિત કર્યું હતું અને હવે તે દક્ષિણ આફ્રિકા સામે પણ કઇક આવું જ કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ મોહાલીમાં મેચ જીતીને પ્રોટિયાઝ ટીમ સામે વિજયનું ખાતું ખોલવાનો પ્રયત્ન કરશે. આપને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતેની મેચ ટોસ વિના જ રદ કરવામાં આવી હતી. શ્રેણીમાં 1-0 થી અજેય લીડ મેળવવા માટે બંને ટીમો મોહાલીમાં મેચ જીતવા માટે ટકરાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુનાં એમ ચિનાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. મોહાલીમાં ભારતીય ટીમનાં પ્રદર્શનની વાત કરીએ તો મોહાલીમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણુ શાનદાર રહ્યું છે. ટીમ અહીં 2009 અને 2016 ની વચ્ચે બે ટી-20 રમી હતી અને બંને મેચને જીતીને ટીમ ઈન્ડિયાએ ચાહકોને ખુશ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.