Not Set/ સૌરાષ્ટ્રની જીવાદોરી સમો ભાદર ડેમ 4 વર્ષ પછી ફરી ઓવરફલો, 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા

આ વર્ષે ગુજરાતભરમાં શ્રીકાર વર્ષો નોંધવામાં આવી છે. ગુજરાતનાં તમામ પ્રદેશોમાં લગભગ લગભગ 100 ટકા ઉપંરાત વરસાદ પડ્યો હોવાથી પાણી સમસ્યા લગભગ નાબુદ થઇ ગઇ છે. તો સાથે સાથે ગુજરાતનાં પડોશી રાજ્યોમાં પણ ભારે અને સારા વરસાદનાં પગલે તમામ માટી નદીમાં પાણીની ભારે આવક નોંધવામાં આવી છે. તમામ ડેમો છલોછલ જોવામાં આવી રહ્યા છે. ગુજરાતનાં […]

Top Stories Rajkot Gujarat
Bhadar dam.PNG1 સૌરાષ્ટ્રની જીવાદોરી સમો ભાદર ડેમ 4 વર્ષ પછી ફરી ઓવરફલો, 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા

આ વર્ષે ગુજરાતભરમાં શ્રીકાર વર્ષો નોંધવામાં આવી છે. ગુજરાતનાં તમામ પ્રદેશોમાં લગભગ લગભગ 100 ટકા ઉપંરાત વરસાદ પડ્યો હોવાથી પાણી સમસ્યા લગભગ નાબુદ થઇ ગઇ છે. તો સાથે સાથે ગુજરાતનાં પડોશી રાજ્યોમાં પણ ભારે અને સારા વરસાદનાં પગલે તમામ માટી નદીમાં પાણીની ભારે આવક નોંધવામાં આવી છે. તમામ ડેમો છલોછલ જોવામાં આવી રહ્યા છે.

ગુજરાતનાં સૌથી મોટા ગણાતા ડેમો જાેવાકે નર્મદા પરનો સરદાર સરોવર ડેમ અને તાપી પરનો ઉકાઇ ડેમ પણ ઓવરફ્લો થતા ગુજરાતભરમાં પાણી પ્રશ્ન અદ્રશ્ય થયો છે. ત્યારે સૌરાષ્ટ કે જ્યાં પાણીનો મુખ્ય સ્તોત્ર વરસાદ જ છે. ત્યાં પણ તમામ મોટા ડેમો છલોછલ થઇ જતા ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાદર ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. ચાર વર્ષ બાદ ભાદર ડેમ ઓવર ફ્લો થતા લોકોમાં ખુશી ફેલાઈ છે. રાજકોટનાં ગોમટામાં આવેલા ભાદર ડેમમાં ઉપરવાસમાંથી નવા પાણીની સતત આવક થઈ રહી છે. ડેમના બે દરવાજા ખોલીને 483 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ભાદર ડેમ છલકાતા રાજકોટ સહિત 42 ગામના 22 લાખ લોકોને આગમી વર્ષભર પાણી મળી રહેશે. ઉનાળાના કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રનાં લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે. આ વર્ષે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં હેત વરસાવ્યું હોવાથી 139 ડેમમાં નવા પાણીની આવક થઈ છે. જે પૈકી કેટલાક ડેમ છલકાયાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.