Surat/ ઓલપાડમાં અમૃત કળશ યાત્રા નીકળી, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જોડાયા

મારી માટી, મારો દેશ અંતર્ગત અમૃત કળશયાત્રા રેલી સ્વરૂપે નીકળી

Gujarat Surat Videos

સુરતઃ રાજ્યમાં મારી માટી, મારો દેશ અંતર્ગત આજે ઓલપાડ ખાતે અમૃતકળશ યાત્રાનું આયોજન કરાયું હતું. અમૃત કળશયાત્રા રામ ચોકથી નીકળી ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત ભાજપના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જાહેર સભામાં રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે 155-ઓલપાડવિધાનસભામાં થયેલા વિકાસના કામો ગણાવ્યા હતા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પોતાનું ઘર મળ્યું અને આવનાર સમયમાં વધુ ઘર બનાવવાનો લક્ષ પૂરો કરવાની વાત કરી હતી. આ સાથે ઓલપાડ દરિયા કિનારે વસેલો વિસ્તાર છે એટલ આ વિસ્તારમાં દરિયાનું ખારું પાણી મીઠુ બનાવી પીવાનું પાણી ગામડા સુધી પહોંચાડવાની વાત કરી હતી.

મારી માટી, મારો દેશ અંતર્ગત અમૃત કળશયાત્રા રેલી સ્વરૂપે નીકળી ત્યારે અદભુત દ્રશ્ય સર્જાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અને હોદ્દેદારો હાજર રહ્યા હતાં.