પોલિસ ફરિયાદ/ ખેડામાં AAPના ગોપાલ ઈટાલીયા સામે હિન્દુ ધર્મની લાગણી દુભાતા કરાઈ અરજી

ડાકોર અને કપડવંજ પોલીસ સ્ટેશનમાં અરજી AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ગોપાલ ઈટાલીયાએ હિંદુ ધર્મ વિરૂદ્ધ નિવેદન આપતો વિડીયો થોડા સમય પહેલા વાઈરલ થયો હતો

Top Stories Gujarat Others
kutch 2 10 ખેડામાં AAPના ગોપાલ ઈટાલીયા સામે હિન્દુ ધર્મની લાગણી દુભાતા કરાઈ અરજી

ડાકોર અને કપડવંજ પોલીસ સ્ટેશનમાં અરજી

ગોપાલ ઈટાલીયાએ હિંદુ ધર્મ વિરૂદ્ધ આપ્યું હતું નિવેદન

ગોપાલ ઈટાલિયાના નિવેદનનો વીડિયો થયો હતો વાયરલ

ડાકોર અને કપડવંજ પોલીસ સ્ટેશનમાં અરજી AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ગોપાલ ઈટાલીયાએ હિંદુ ધર્મ વિરૂદ્ધ નિવેદન આપતો વિડીયો થોડા સમય પહેલા વાઈરલ થયો હતો. જેને લઇ ગોપાલ ઈટાલીયા  વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાઈરલ વિડીયોમાં ગોપાલ ઈટાલીયા હિંદુ ધર્મની લાગણી દુભાય તેવા આકરા શબ્દોમાં બેફામ નિવેદન કરતો વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયોમાં ગોપાલ ઈટાલીયા કથાવાર્તા અને ભજન વિગેરે પ્રવૃત્તિ પાછલ લોકો નાહક તેમનો સમય અને પૈસા બંને નો વેડફાટ કરી રહ્યા છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપાની ચૂંટણીમાં આપ પાર્ટીએ શાનદાર વિજય સાથે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. અને ગુજરાતી મીડિયા જગતના માધાંતા એવા ઈશુદાન ગઢવીના આપમાં જોડાવાથી આપમાં નવા પ્રાણ ફૂંકાયા છે. અને હાલમાં અમદાવાદ ખાતે આપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ અમદાવાદ આવ્યા હતા. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ ૧૮૨ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે.