સલાહ/ હિન્દુઓએ હલાલ માંસ ન ખાવું જોઈએ, તે સમાજના એક વર્ગ માટે છે : કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે

હવે કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે હલાલ માંસ હિન્દુઓએ ન ખાવું જોઈએ, તે સમાજના કેટલાક અન્ય લોકો માટે છે

Top Stories India
11 3 હિન્દુઓએ હલાલ માંસ ન ખાવું જોઈએ, તે સમાજના એક વર્ગ માટે છે : કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે

કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ હવે હલાલ મીટને લઈને શબ્દ યુદ્ધ છેડાયું છે. હવે કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે હલાલ માંસ હિન્દુઓએ ન ખાવું જોઈએ, તે સમાજના કેટલાક અન્ય લોકો માટે છે. કર્ણાટકના પંચાયત રાજ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. બીજેપીના ઘણા નેતાઓ હલાલ મીટ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે.

કેન્દ્રીય મંત્રી કરંદલાજેએ કહ્યું કે જો મુસ્લિમ સમાજના લોકો હલાલ માંસ ખાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ અમને તે ખાવા માટે દબાણ કરવું યોગ્ય નથી. તાજેતરમાં, હલાલ માંસ માટે પ્રમાણપત્રોની માંગ વધી છે. તેમણે કહ્યું કે આ મામલો હાલ કોર્ટમાં છે. આ બાબતે લોકોનો અભિપ્રાય લેવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાંથી જ હિજાબ વિવાદ ઉદભવ્યો હતો અને ફરીવાર માંસ અંગેના નિવાદથી વિવાદનો મધપૂંડો છેડાઇ શકે તેવી પૂરી શક્યતા રહેલી છે.