Illegal liquor/ વડોદરામાં સાવલીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પોલીસે ઝડપાયો

છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી વખત સાવલી પોલીસને વધુ એક મોટી માત્રામાં દારૂનો જથ્થો શોધવામાં સફળતા મળી. સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ પાસેથી ટેમ્પો ચાલક સહિત દારૂ નો જથ્થો ઝડપ્યો હતો.

Top Stories Gujarat
illegal liquor વડોદરામાં સાવલીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પોલીસે ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો illegal liquor પોતાના અલગ અલગ કીમિયા અપનાવી દારૂ ગુજરાતમાં ઠાલવવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી વખત સાવલી પોલીસને વધુ એક મોટી માત્રામાં દારૂનો જથ્થો શોધવામાં સફળતા મળી.

સાવલી પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન illegal liquor બાતમી મળી હતી કે હાલોલ થી સાવલી તરફ મોટી માત્રામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ આઇસર ટેમ્પામાં પસાર થવાનો છે. જેના આધારે સાવલી પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન GJ23AT6011 નંબરનો ટેમ્પો ને ચેક કરતા રબર ફોર્મ સીટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુપ્ત ખાનું બનાવીને મોટી માત્રામાં સંતાડ્યો હતો.

સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ પાસેથી ટેમ્પો illegal liquor ચાલક સહિત દારૂ નો જથ્થો ઝડપ્યો હતો. સાવલી પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. ટેમ્પો ચાલક કુંભારામ અનુપરામ જાટ.હોવાનુ અને રાજેસ્થાનના બાડમેર જિલ્લાનો નરસાડી ગામનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ બોટલ  12,684 નંગ સાથે 25 લાખ રૂપિયાનો દારૂ કબ્જે કર્યો છે. સાવલી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા મેટ્રોપોલિટન શહેર કહેવાય છે. illegal liquor વડોદરામાં મોટાપાયા પર દારૂની ખપત થતી હોવાનું બુટલેગરોનું કહેવું છે. તેના પગલે ત્યાં દારુની માંગ વધારે છે. તેના લીધે રાજસ્થાનથી મોટાપાયા પર દારુની ખેપ વડોદરા આવતી હોય છે. લોકો મોંઘી કિંમતનો પણ દારૂ પીવે છે. તેને લઈને પોલીસ પણ સજાગ રહેતી હોય છે. વડોદરામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના મોટા ઉદ્યોગો હોવાથી અહીં તેમા ઊંચા પગારે કામ કરતાં કર્મચારીઓની ફોજ છે. તેમાથી કેટલાય લોકો દારૂની ટેવ ધરાવતા હોય છે, પરંતુ તે જોબ પર થોડા સમય માટે આવ્યા હોવાથી પરમિટ લેવાની કડાકૂટમાં પડતા નથી. તેઓની દારૂની માંગ આ બુટલેગરો દ્વારા પૂરી કરવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ Modi-Bengluru Road Show/ બેંગલુરુમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગ, PM મોદીનો 26 કિલોમીટરનો મેગા રોડ શો

આ પણ વાંચોઃ Politics/ ‘મલ્લિકાર્જુન ખડગે અને તેમના આખા પરિવારને મારવાની ફિરાકના BJP નેતા’, કોંગ્રેસના નેતા સુરજેવાલાનું મોટું નિવેદન

આ પણ વાંચોઃ JK Encounter/ જમ્મુ-કાશ્મીરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર