Not Set/ ઈજીપ્ત : ૬૦૦૦ વર્ષ જૂની કબરમાંથી મળી આવ્યા બિલાડીના અવશેષો

ઈજીપ્તમાં આશરે ૬૦૦૦ વર્ષ જૂની કબર મળી આવી છે જેમાં બિલાડીના મમી મળી આવ્યા છે. આ બિલાડીઓના મમીની સંખ્યા આશરે ૬ થી પણ વધારે છે. #Discovery Unique #Discovery in #Saqqara #Giza #Egypt #mummies of #scarabs #AncientEgypt pic.twitter.com/FkCA9HxY5P — Ministry of Tourism and Antiquities (@TourismandAntiq) November 10, 2018 #Tens of #cats #mummies were unearthed in #Saqqara […]

Top Stories World Trending

ઈજીપ્તમાં આશરે ૬૦૦૦ વર્ષ જૂની કબર મળી આવી છે જેમાં બિલાડીના મમી મળી આવ્યા છે. આ બિલાડીઓના મમીની સંખ્યા આશરે ૬ થી પણ વધારે છે.

ઈતિહાસકારો આ ખોજને અભૂતપૂર્વ સિદ્ધિ માની રહ્યા છે.

કાહિરામાં સક્કરાના એક પીરામીડમાંથી આ અવશેષ મળી આવ્યા છે. આ ખોજ ઈજીપ્તના એક આર્કિયોલોજીકલ મિશન દ્વારા કરવામાં આવી છે.

આ ખોજનું કામકાજ એપ્રિલ મહિનામાં શરુ કરવામાં આવ્યું હતું.

ત્રણ કબરમાંથી બિલાડીના અવશેષો મળી આવ્યા હતા. આ બિલાડીના અવશેષો ભાગ્યે જ મળે છે તેવા કહેવામાં આવી રહ્યા છે. વિશેષજ્ઞ આવનારા દિવસોમાં આ અવશેષોને લઈને પોતાની શોધ આગળ વધારી શકે છે.

તમને જણાવી દઈએ કે પ્રાચીન ઈજીપ્તમાં બિલાડીઓની ખાસ જગ્યા હતી. જેને લઈને બિલાડીઓની  કોઈ ધાર્મિક કારણોસર મમી બનાવી હોઈ શકે. આ જ વિસ્તારમાંથી સિંહ અને ગાયના સ્ટેચ્યુ પણ મળી આવ્યા છે.