Not Set/ આર્મીની વાન પલ્ટી, બે જવાન શહીદ, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આસામનાં સોનીતપુર જીલ્લાનાં નાકરહોલામાં આર્મીની જવાનોને લઇ જતી વાનને અકસ્માત નડ્યો છે. આર્મીની વાન રસ્તા પર પલ્ટી ખાઇ જતા દુર્ધટના ગ્રસ્ત બની હતી. દુર્ધટનામાં 2 જવાનો શહીદ થયા છે તો 3 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે નજીકમાં આવેલી તેજપુર આર્મી બેઇઝ કેમ્પની હોસ્પીટલમાં ભરતી કરવામા આવ્યા છે. આર્મીની જવાનોને લઇને […]

Top Stories India

આસામનાં સોનીતપુર જીલ્લાનાં નાકરહોલામાં આર્મીની જવાનોને લઇ જતી વાનને અકસ્માત નડ્યો છે. આર્મીની વાન રસ્તા પર પલ્ટી ખાઇ જતા દુર્ધટના ગ્રસ્ત બની હતી. દુર્ધટનામાં 2 જવાનો શહીદ થયા છે તો 3 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે નજીકમાં આવેલી તેજપુર આર્મી બેઇઝ કેમ્પની હોસ્પીટલમાં ભરતી કરવામા આવ્યા છે.

આર્મીની જવાનોને લઇને જઇ રહેલી વાનને વરસાદનાં કારણે આ અકસ્માત નડ્યો હોવાનું પ્રથમિક માહિતી પ્રમાણે સામે આવી રહ્યું છે. આસામનાં સોનીતપુર જીલ્લાના નાકરહોલાથી તેજપુર બેઇઝ કેમ્પ તરફ જઇ રહેલા જવાનોની વાન રસ્તા પર ભારે વરસાદથી ખડકાયેલ કિચડનાં કારણે રોડ પર જ પલ્ટી જતા આ કરુણ દુર્ધટના ઘટી હતી. સ્થાનીક લોકો અને આર્મીની મદદથી તુરત વાનમાં રહેલા જવાનોને બહાર કાઢવામા આવ્યા હતા અને ઇજાગ્રસ્ત જોવાનોને પાસે આવેલ તેજપુર બેઇઝ કેમ્પ સારવાર આર્થે પહોંચાડવામાં આવ્યા હતા.