અમદાવાદ,
મોટાભાગના લોકો જ્યારે જિમ જવા લાગે છે ત્યારે સમજી નથી શકતા કે કઈ કસરત કરવી અને કઈ કસરત ન કરવી. ભલે તમે તમારુ વજન ઘટાડવા અથવા એબ્સ કે મસલ્સ બનાવવા માટે જિમ જતા હોઉ પરંતુ ત્યાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. જિમ જતા પહેલા તમારે તમારુ લક્ષ્ય બાંધી લેવુ જોઈએ અને ત્યારબાદ એ જ પ્રકારે કસરત કરવાની રાખો. જ્યારે પણ તમે યોગ અથવા જિમમાં કસરત કરવાની શરુઆત કરો છો તો તમારા ઘુંટણમાં વધુ વજન પડતુ હોય છે. જેના કારણે ઘુંટણમાં દુઃખાવો થવા લાગે છે.
આ જ કારણ છે કે કેટલાક લોકો એક સપ્તાહ જિમ ગયા બાદ જિમ જવાનું છોડી દે છે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે પણ તમે જિમમાં જવાની શરુઆત કરો તો શરુઆતથી જ બધી કસરત કરવાની શરુઆત ન કરો.
શરુઆતના ત્રણ કે ચાર દિવસ સુધી વોર્મઅપ કસરત કરવી જાઈએ અને ત્યારબાદ ધીમે-ધીમે ઓછા વજનવાળા ડમ્બેલ્સ ઉપાડવાની શરુઆત કરવી જાઈએ અને ત્યારબાદ 10 કે 15 દિવસ બાદ ધીમે-ધીમે હેવી વજનવાળા ડમ્બેલ્સ ઉપાડવાની શરુઆત કરો. ઘણા લોકો પ્રથમ દિવસથી જ હેવી વજન ઉઠાવવાની શરુઆત કરી દેતા હોય છે જે તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી શકે છે. જ્યારે કેટલાક લોકોને ઘુંટણમાં દુઃખાવો પણ ઉપડતો હોય છે.
આ ઉપરાંત શરુઆતમાં ટ્રેડમિલ પર સ્પીડ પણ ધીમી રાખવી જોઈએ જેના કારણે કોઈ સમસ્યા ઉભી ન થાય. અથવા તો જિમ સ્ટાર્ટ કરો ત્યારે ત્યાં ઉપસ્થિત કોઈ સીનિયર કે પછી ટ્રેઈનરની સલાહ મુજબ કસરત કરવાની શરુઆત કરો, જેનાથી તમને યોગ્ય માર્ગદર્શન પુરુ પડશે અને તમે સારી કસરત કરી તમને જાઈએ તેવુ પરિણામ પણ મેળવી શકશો.
