Gujarat Weather: ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન (Weather) બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદ માટે યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે. દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું આવી ગયું છે. હવામાન નિષ્ણાતનાં મતે, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં, અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી, આગામી એક કે બે દિવસમાં હાલની સિસ્ટમ નિષ્ક્રિય થતાં જ ચોમાસુ પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે, ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.
ચોમાસું ક્યારે આવશે?
દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસુ (SouthWest Monsoon) સમય પહેલા જ આવી ગયું છે. ચોમાસુ હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી, આગામી એક-બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાંની સાથે જ ચોમાસુ પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે, ગુજરાતમાં ચોમાસા (Monsoon)નું આગમન પણ મોડું થશે. ગુજરાતના વિવિધ ભાગોમાં હાલમાં થઈ રહેલો વરસાદ પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિનો એક ભાગ છે. આ પૂર્વ-ચોમાસાના વરસાદથી ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં, વાતાવરણ ધીમે ધીમે સ્વચ્છ થશે અને સૂર્ય ઉગતાની સાથે તાપમાન વધશે. તેથી આપણે હજુ પણ દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે.
આ પણ વાંચો: રાજ્યમાં કૃષિ પાકોને લઈને હવામાનની આગાહી
આ પણ વાંચો: તમિલનાડુ અને કેરળમાં અતિભારે વરસાદ અને 5 રાજ્યોમાં વાવાઝોડાંની હવામાનની આગાહી
આ પણ વાંચો: બનાસકાંઠા: હવામાનની આગાહી મુજબ વરસાદી માહોલ,બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ
