Not Set/ PM ના બૂથ મજબૂત પર કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કંઇક આવુ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તાણવને લીધે, દેશમાં ચિંતાઓનો મુદ્દો ચાલી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા મોટા રાજકીય પક્ષોએ તેમના કાર્યક્રમોને રદ કર્યા છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં અત્યાર સુધી કોઈ ફેરફાર થયો નથી જેના પર હવે રાજકીય પક્ષોએ પ્રશ્ન ઉઠવાનું શરૂ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ […]

Top Stories India

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તાણવને લીધે, દેશમાં ચિંતાઓનો મુદ્દો ચાલી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા મોટા રાજકીય પક્ષોએ તેમના કાર્યક્રમોને રદ કર્યા છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં અત્યાર સુધી કોઈ ફેરફાર થયો નથી જેના પર હવે રાજકીય પક્ષોએ પ્રશ્ન ઉઠવાનું શરૂ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી અપીલ કરી છે કે વડાપ્રધાનને આ કાર્યક્રમને ટાળવો જોઈએ.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રીને અપીલ કરવા ઈચ્છું છું કે તેઓ આ (મારા બૂથ …) કાર્યક્રમને રદ કરી દે. આ સમયે આપણે દેશના તરીકે આપણી ઉર્જા એયરફોર્સના પાયલોટને પાછા લાવવાના પ્રયત્નોમાં લગાવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે બીજેપીએ આજે સવારે ટ્વીટ કર્યું આ કાર્યક્રમ વિશે જાણકારી આપી, જેને અરવિંદ કેજરીવાલે રીટ્વિટ કર્યું છે.

કોંગ્રેસે પણ ઉઠ્વ્યા હતા સવાલ..

માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં, પરંતુ કૉંગ્રેસની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વિટ કરીને ભાજપની નીતિ પર સવાલ ઉઠ્વ્યા. પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરતા ચાર તસ્વીરો શેર કરી, જેમાં વડાપ્રધાનના બુધવારે થયેલ કાર્યક્રમ, ‘મેરા બૂથ સબસે મજબૂત’ રાજનાથ સિંહની રેલીના સમાચાર શેર કર્યા.

https://twitter.com/priyankac19/status/1100810792302043136

કૉંગ્રેસના IT  સેલની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ પણ બુધવારે એક વીડીયો ટ્વીટ કર્યો. જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં જ બીજેપી રાજકીય રેલીઓ પર નિશાન તાક્યું આવ્યું. કોંગ્રેસની તરફથી ટ્વીટ પર #MeraJawaanSabseMajboot ટ્રેંડ ચલાવામાં આવી રહ્યું છે, જે ભાજપના #MeraBoothSabseMajboot નો જવાબ છે.

આપને જણાવી દઈએ કે ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની નમો એપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 10 કરોડ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. બીજેપી દાવો છે કે આ પોતાનામાં જ સૌથી મોટો વીડીયો કોન્ફેંસિંગનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહીત ભાજપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય મોટા નેતાઓનો સમાવેશ થશે.