@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ગુજરાત ATS એ વર્ષ 2017માં સુરતના મમ્મુ હાંસોટી પર કરવામાં આવેલા ફાયરિંગના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનનાં બાડમેરથી ઝડપી લીધો છે.25 ડિસેમ્બર 2017 ના રોજ સુરતમાં ચોક બજાર ખાતે બાવાની દરગાહ પાસે મહંમદ હુસેન ઉર્ફે મમ્મુ ચાંદ હાંસોટી નામનાં શખ્સ ઉપર બે અજાણ્યા ઈસમોએ મારી નાખવાના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેમને જમણા હાથના પંજા ઉપર ઇજાઓ કરી નાસી છૂટયા હતા. આ મામલે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે નવ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન ફરિયાદી મહંમદ હુસેન ઉર્ફે મમ્મુ ચાંદ મહમદ હાંસોટીને મારી નાખવાની સોપારી અલ્તાફ ગફુર પટેલે આઝાદ ઉર્ફે આઝાદ પઠાણને 6 લાખમાં આપી હતી. જેમાં આઝાદે યુપીના મેરઠથી શાર્પશૂટરો બોલાવી આ ગુનાને અંજામ આપ્યો હતોજેમાં ઉપરોક્ત આરોપી બ્રિજેન્દ્ર સિંહ ઉર્ફે અનુજ અશોક કુમાર રાજપૂતે ભોગ બનનારની બેઠકની રેકી કરી આઝાદ પઠાણને માહિતી આપી હતી.
હાલ તો ગુજરાત ATS ની ટીમે ઉપરોક્ત આરોપીને રાજસ્થાનના બાડમેરથી ઝડપી લીધો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં તજવીજ હાથ ધરી છે.પકડાયેલા આરોપી સામે યુપીના અમેઠીમાં મારામારીના ગુનામાં પકડાયેલા હોવાનું ખૂલ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
