Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં આવેલ VS હોસ્પિટલ (VS Hospital)માં થયેલા ક્લિનિકલ રિસર્ચ (Clinical Research scam) કૌભાંડમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સસ્પેન્ડ કરાયેલા ડૉ. દેવાંગ રાણા (Devang Rana)ના કાર્યાલયમાંથી સંશોધન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો (Research related documents) અને સામગ્રી ચોરી થઈ ગયા છે. આ અંગે મેડિકલ કોલેજના ડીનને ફરિયાદ કરવામાં આવી હતી. ત્રણ મહિનાના CCTV ફૂટેજ પણ માંગવામાં આવ્યા હતા, પરંતુ તે રજુ કરવામાં આવ્યા નહતા.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેમણે આ મામલે 25 જાન્યુઆરી, 2025એ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા રચાયેલી તપાસ સમિતિને હજુ સુધી બધા દસ્તાવેજો મળ્યા નથી. તે સમયે ડૉ. દેવાંગ રાણા દ્વારા તેમની ઓફિસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરાઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી.
ડો. દેવાંગ રાણાએ જણાવ્યું હતું કે મને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. સસ્પેન્શન અને ટ્રાન્સફરની ધમકી આપવામાં આવે છે. ડોક્ટર કરણ શાહ અને દર્શનાબેનની માફી માગવા દબાણ કર્યુ હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે આરોપો મૂકતા કહ્યું કે હોસ્પિટલના ડીન ડો. કરણ શાહની તરફેણ કરે છે. મને (દેવાંગ રાણા) એસો. પ્રોફેસર તરીકે બઢતી આપવામાં આવી નથી. એથિક્સ કમિટી (Ethics Committee)નો હવાલો સંભાળતી વખતે SOPનું પાલન કરવાનું ફાલ્ગુની મજમુદારે કહ્યું હતું, તેમના મતે સ્પોન્સર જે પૈસા ખાતામાં જમા કરે તેને 55% પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરને, 40% એએમસી મેટને, 2% ડીનને, 2% મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને અને 1% સભ્ય સચિવને, આમ 5 ભાગમાં વહેંચવાના રહેશે.

ડો. દેવાંગ રાણાએ ખુલાસો કરતા કહ્યું કે, મેં કોઈપણ પ્રકારની ગંભીર બેદરકારી, નાણાકીય ગેરરીતિ કે ગેરવર્તણૂક આચરી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને NHL મેડિકલ કોલેજના ડીનના આદેશથી મને વી.એસ. હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવ્યો હતો.
દેવાંગ રાણાએ કહ્યું કે NHL મેડિકલ કોલેજના ડીન અને VS હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરેલ છે. AMC મેટની SOP માત્ર NHL, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને AMCMET ડેન્ટલ કોલેજ પૂરતી જ મર્યાદિત છે. મારી કામગીરી માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે કે નહીં તે જોવાની છે અને નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી. AMCએ મારી પાસેથી કોઈપણ પુરાવા માંગ્યા નથી અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે તમામ પુરાવા વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને 17 માર્ચ અને 28 માર્ચે આપ્યા હતા. દેવાંગ રાણાએ કહ્યું કે જેમાં આજ સુધી થયેલ તમામ ટ્રાયલની માહિતી વિગતવાર આપી છે. DCGIના નિયમ મુજબ તમામ ટ્રાયલ થયેલા છે, એટલું જ નહીં તમામ ટ્રાયલ સુપ્રિટેન્ડન્ટની જાણમાં થયેલ છે. જેની તપાસ કરીને ખરાઈ થયેલ છે.
આ સિવાય મને મળેલ મહેનતાણાની રકમની માહિતી સાઇટ મેનેજિંગ ઓફિસર દ્વારા આપને જણાવેલ છે.મારા સગા સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત ખોટી છે. તમામમાં હું જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છું અને તમામ રકમ મને મહેનતાણા તરીકે મળેલ છે.આ બાબતે ઉપરી અધિકારી તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો દેવાંગ રાણાનો આરોપ છે. જો કે 22 જાન્યુઆરી 2025ના રોજ દેવાંગ રાણાએ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો:V.S. હોસ્પિટલમાં દર્દીઓ પર થતું હતું ક્લિનિકલ રિસર્ચ! એક ટેસ્ટ માટે પડાવતાં હતા 32 લાખ રૂપિયા
આ પણ વાંચો:રાજકોટ સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ
