Not Set/ વસ્તિ વધારો અંકુશમાં લાવવા બાબા રામદેવે કર્યુ આ અનોખું સુચન

દેશમાં હાલ વસ્તી 120 કરોડ સુધી પહોંચવા આવી છે ત્યારે તેના પર અંકુશ કેવી રીતે મુકવો તે એક મોટી સમસ્યા બની છે. દેશનાં પોપ્યુલેશનને કન્ટ્રોલમાં લાવવા હવે દેશનાં જાણીતા યોગગુરૂ બાબા રામદેવે અનોખો વિચાર મુક્યો છે. બાબા રામદેવે કહે છે કે દેશમાં વસ્તી વધારાની સમસ્યાને અંકુશમાં રાખવી હોય તો સરકારે એવો કાયદો ઘડવો જાઈએ કે […]

Top Stories India

દેશમાં હાલ વસ્તી 120 કરોડ સુધી પહોંચવા આવી છે ત્યારે તેના પર અંકુશ કેવી રીતે મુકવો તે એક મોટી સમસ્યા બની છે. દેશનાં પોપ્યુલેશનને કન્ટ્રોલમાં લાવવા હવે દેશનાં જાણીતા યોગગુરૂ બાબા રામદેવે અનોખો વિચાર મુક્યો છે. બાબા રામદેવે કહે છે કે દેશમાં વસ્તી વધારાની સમસ્યાને અંકુશમાં રાખવી હોય તો સરકારે એવો કાયદો ઘડવો જાઈએ કે જેમાં દરેક દંપતીનાં ત્રીજા નંબરનાં જન્મેલા સંતાનને ચૂંટણીઓમાં વોટ આપવાનો અધિકાર ન હોય.

દેશમાં એક સર્વે પ્રમાણે 50 ટકાથી વધુ દંપત્તિઓ એવા છે જેમને ત્રણ સંતાન હોય. રામદેવનાં કહેવા પ્રમાણે ભારતની વસ્તી આવતા ૫૦ વર્ષમાં ૧૫૦ કરોડથી વધવી ન જોઈએ. જો વસ્તિનો વધારો કુદકે અને ભુસકે વધશે તો દેશમાં એવી સમસ્યા ઉભી થશે જેનો સામનો કરવા આપણે તૈયાર નથી.

બાબા રામદેવનાં કહેવા પ્રમાણે દેશમાં વસ્તી ત્યારે જ નિયંત્રણ થઈ શકશે જો સરકાર એવો કાયદો ઘડે જેમાં દેશમાં પ્રત્યેક દંપતીનાં ત્રીજા નંબરનાં સંતાનને ચૂંટણીઓમાં વોટ આપવાની મનાઇ કરાય, એને ચૂંટણી લડવા ન દેવાય.

રામદેવનાં કહેવા પ્રમાણે ત્રીજા સંતાનને સરકાર જે કોઈ અધિકાર કે સુવિધા આપે એ તેને મળવી ન જોઈએ. રામદેવનું કહેવું છે કે જો આવો કાયદો ઘડાશે તો જ લોકો વધારે બાળકોને જન્મ આપતા અટકશે, પછી એ કોઈ પણ ધર્મનાં હોય.

રામદેવે ગૌહત્યા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. એમણે કહ્યુ કે, ગાયનાં દાણચોરો અને ગૌરક્ષકો વચ્ચેનાં ઘર્ષણનો અંત લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. જે લોકોને માંસ ખાવું છે એ લોકો માટે અનેક પ્રકારનાં માંસ હોય છે તેઓ એ ખાઈ શકે છે.