Botad News: બોટાદ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ કડક કાર્યવાહી ચાલુ રાખી છે. બોટાદ શહેરના મિલિટરી રોડ પાછળના વિસ્તારમાં ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર LCBની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
LCB ની રેડમાં 6 આરોપી ઝડપાયા, 7 શખ્સો ફરાર
રેડ દરમિયાન સ્થળ પર જુગાર રમતા રણછોડભાઈ ભરવાડ, ભાવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર ઉર્ફે ઘોઘો પારધી, યુવરાજભાઈ ખાચર, મનસુખભાઈ પરમાર અને યાસીનભાઈ મમાણી ઝડપાયા હતા. પોલીસને જોતા જ હિંમતભાઈ ડાભી, સાગરભાઈ ભરવાડ, સુરાભાઈ, હીરાભાઈ ભરવાડ, મેહુલભાઈ ઝાપરા, વિજયભાઈ ચાવડા અને મહેશભાઈ કાળુભાઈ વસવેલીયા સહિતના શખ્સો નાસી છૂટ્યા હતા.
આ ઉપરાંત જુગાર રમાડવા સાથે સંકળાયેલા મહેશભાઈ ઉર્ફે કાળુ વાજા, કિરણભાઈ બથવાર, અભિષેકભાઈ સોલંકી અને વિશાલભાઈ ભરવાડનાં નામ પણ તપાસમાં સામે આવ્યા છે.
રૂ.4,28,350ની રોકડ જપ્ત
પોલીસે દાવ પર લગાવેલી રકમ અને જુગાર(Gambling)ના સાધનો સાથે કુલ રૂ.4,28,350ની રોકડ જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં જુગારધામ પર PCBનો દરોડો, 12 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર ફરાર
આ પણ વાંચો: વડોદરામાં જુગાર રમતા 6 લોકો પોલીસના સકંજામાં
આ પણ વાંચો: ભાવનગર-બોટાદ LCBની મોટી રેડ: રાણપુરના દેવળીયા ગામે જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા
