Vadodara News: વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ચાલતા વરલી મટકાના કથિત જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો (Vadodara SMC Raid) પાડ્યો છે. ડભોઈ રોડ પર ઝેનિથ સ્કૂલ પાસે આવેલા ત્રિમૂર્તિ ફ્લેટની દીવાલ નજીક પતરાના શેડ નીચે ચાલતી જુગારની પ્રવૃત્તિ પર કાર્યવાહી કરીને પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹71,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Vadodara SMC Raid: પ્રતાપનગરમાં SMCની રેડ
મળતી માહિતી મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. રાઠોડની આગેવાની હેઠળ SMCની ટીમે વાડી પોલીસ સ્ટેશન (Wadi Police Station) વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પ્રતાપનગર (Pratapnagar Gambling)ના ડભોઈ રોડ પર ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં પતરાના શેડ નીચે જુગારધામ ચાલતું હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
₹71,400નો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹45,800 રોકડા, 6 મોબાઇલ ફોન અને જુગાર રમવા માટેનું સાહિત્ય કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹71,400 હોવાનું જણાવાયું છે. (Gujarat Police)
6ની અટકાયત, 3 લોકો વોન્ટેડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અજયભાઈ ઉર્ફે બોડીયો પટેલ, નજુભાઈ મલેક, કનૈયાલાલ ગોહિલ, શ્રવણકુમાર પટેલ, ચંદ્રકાંત ઉર્ફે ચંદુ માળી અને ભાવસિંહ રાઠવાની અટકાયત કરી છે.
જ્યારે રંજનભાઈ વર્મા, રોહિત વર્મા અને એક અજાણ્યા મોબાઇલધારક સહિત 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેનના બંગલામાં જુગારધામ!
આ પણ વાંચો: ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ, 9 જુગારી ઝડપાયા
આ પણ વાંચો: નાના ગોરૈયામાં જુગારધામ પર બજાણા પોલીસનો દરોડો: રૂ.11.98 લાખના મુદ્દામાલ સાથે 11 જુગારીઓ ઝડપાયા
