પાકિસ્તાન આજે તેની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ પાક અધિકારીઓ આ વખતે મીઠાઇ લઈને અટારી-વાઘા સરહદે આવ્યા નહીં. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવતાં પાકિસ્તાન ચોંકી ઉઠ્યું છે. વિરોધના રૂપમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદે ધાર્મિક તહેવારોમાં ભારત સાથે મીઠાઇની આપલે પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત-પાકિસ્તાનને વિભાજીત કરતી અટારી-વાઘા સરહદ પર સોમવારે બકરીઈદના શુભ પ્રસંગે પણ આ વખતે બોર્ડર સિક્યુરિટી ફોર્સને મીઠાઇ વહચવામાં નોહતી આવી. બીએસએફના અધિકારીઓ બકરી ઈદ માટે બંને દેશો વચ્ચે મીઠાઇની આપલે માટે પાકિસ્તાન રેન્જર અધિકારીઓના આમંત્રણની રાહ જોતા રહ્યા. પાકિસ્તાન રેન્જરના અધિકારીઓએ આ સંદર્ભમાં કોઈ સંદેશ મોકલ્યો નોહતો.
No exchange of sweets between Border Security Force and Pakistani Rangers at Attari-Wagah border on the occasion of Pakistan Independence Day. pic.twitter.com/wQog6vwd06
— ANI (@ANI) August 14, 2019
2017માં જ્યારે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને કાશ્મીરમાં યુદ્ધવિરામ ખોલ્યું હતું ત્યારે બીએસએફે પણ સ્વતંત્રતા દિવસ પર મીઠાઇની આપ-લે કરી નહોતી. જૂન 2018 માં પણ, રમઝાન મહિના દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું હતું, ત્યારે પણ મીઠાઇનું આદાન પ્રદાન થયું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
