Not Set/ ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ, 2 લાખ લોકો થયા બેરોજગાર

ઓટો ઇન્ડસ્ટ્રીમાં અઘોષિત મંદીનાં કારણે ચકચાર મચી ગઈ છે. બધે જ મંદીની ચર્ચા થઇ રહી છે. જોકે મંદી પાછળનું કારણ શું છે, તે વિશેની ચર્ચા ઓછી સાંભળવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ઓટો ઇન્ડસ્ટ્રીની સ્થિતિ કેવી રીતે ખરાબ થઈ અને સરકાર આ ક્ષણે આ સમસ્યાનો સામનો કરવા માટે શું પગલા લઈ શકે છે. […]

Tech & Auto

ઓટો ઇન્ડસ્ટ્રીમાં અઘોષિત મંદીનાં કારણે ચકચાર મચી ગઈ છે. બધે જ મંદીની ચર્ચા થઇ રહી છે. જોકે મંદી પાછળનું કારણ શું છે, તે વિશેની ચર્ચા ઓછી સાંભળવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ઓટો ઇન્ડસ્ટ્રીની સ્થિતિ કેવી રીતે ખરાબ થઈ અને સરકાર આ ક્ષણે આ સમસ્યાનો સામનો કરવા માટે શું પગલા લઈ શકે છે.

જણાવી દઇએ કે, તાજેતરની ક્રેડિટ પોલિસી (આરબીઆઈ ક્રેડિટ પોલિસી) માં, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ નાણાકીય વર્ષ 2019-20 માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) નાં લક્ષ્યાંકને 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરી દીધી છે. આરબીઆઈનાં જણાવ્યા મુજબ મંદીની અસર ઓટો જેવા કેટલાક ક્ષેત્રમાં વધી રહી છે. માંગમાં ઘટાડો અને સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાને કારણે ઓટો ક્ષેત્રે મંદી આવી છે. આ જ કારણ છે કે મોટાભાગની ઓટો કંપનીઓએ ઉત્પાદન ઘટાડવું પડ્યુ છે. આ ઉપરાંત છટણી પણ થઈ રહી છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ) નાં જણાવ્યા અનુસાર ઓટો સેક્ટરમાં 10 લાખ નોકરીઓ ગુમાવવાનું જોખમ વધી ગયું છે. સિયામ (SIAM) કહે છે કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો વધુ નોકરીઓ જઇ શકે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (એફએડીએ) નો દાવો છે કે ત્રણ મહિનામાં (મેથી જુલાઈ) છૂટક વેચાણ કરનારાઓએ લગભગ 2 લાખ કર્મચારીઓને છૂટા કર્યા છે. એફએડીએ માને છે કે નજીકનાં ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના નથી. સાથે ભવિષ્યમાં વધુ શોરૂમ બંધ થઈ શકે છે. એફએડીએ અનુસાર, દેશનાં 271 શહેરોમાં 18 મહિનામાં 286 શોરૂમ્સ બંધ થયા છે. જેને કારણે 32 હજાર લોકોને નોકરી ગુમાવવી પડી હતી. 2 લાખ નોકરીઓ ગઇ તે ઉપરાંતનો આ આંકડો છે.

સિયામ (જુલાઈ) નાં તાજેતરનાં ડેટા અનુસાર જુલાઈમાં પેસેન્જર વાહનોનાં સ્થાનિક વેચાણમાં લગભગ 19 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. મુસાફરોનાં વાહનનું વેચાણ સતત નવમાં મહિનામાં પણ ઘટ્યું હતુ. જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 30.98 ટકા ઘટીને 2,00,790 વાહનો રહ્યુ છે, જે જુલાઈ 2018 માં 2,90,931 વાહનો હતુ. આ અગાઉ, ડિસેમ્બર 2000 માં, પેસેન્જર વાહનોનાં વેચાણમાં 35.22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આપને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકી ઈન્ડિયાનાં વેચાણમાં જુલાઈમાં 36.71% ઘટાડો થયો હતો, જ્યારે હ્યુન્ડાઇનું વેચાણ 10.28% ઘટી ગયું હતું અને સૌથી મોટી ટૂ-વ્હિલર કંપની હીરો મોટો કોર્પ પણ જુલાઈમાં 22.9% ઘટી હતી.

નોંધપાત્ર રીતે, આ વર્ષે એપ્રિલમાં, એવા અહેવાલ આવ્યા હતા કે 13 વર્ષમાં પ્રથમ વખત, સ્કૂટર્સનાં વેચાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટ્રેક્ટરના વેચાણમાં પણ 10 થી 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.