નવી દિલ્હી,
કાર નિર્માતા કંપની Hyundai ઇન્ડિયા દ્વારા પોતાના નવા મોડલ સેન્ટ્રોના લોન્ચિંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કંપની દ્વારા ભારતમાં સેન્ટ્રો કારને ૨૩ ઓક્ટોબરના રોજ લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જો કે સેન્ટ્રોના આ લોન્ચિંગ પહેલા જ કારના તમામ વેરિએન્ટની કિંમતો લીક થઇ ગઈ છે.

GaadiWaadi.comના ડિલર્સ દ્વારા સેન્ટ્રોની લીક થયેલી કિમતો અંગેની માહિતી મળી છે. સેન્ટ્રોની લીક થયેલી કિંમતનો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં આ કારના તમામ મોડલની કિમતો જોવા મળી રહી છે.
જો કે આ લીક થયેલી કિમતો અંગે કોઈ ઓપચારિક પૃષ્ટિ કરવામાં આવી નથી.

Hyundai ઇન્ડિયા દ્વારા સેન્ટ્રોના પાંચ મોડલ ભારતમાં લોન્ચ કરવામાં આવનાર છે, જેમાં Dlite, Era, Magna, Sportz અને Asta વેરિયેન્ટનો સમાવેશ થાય છે.
સેન્ટ્રોના ૫ મોડલની લીક થયેલી કિંમત :
૧. DLite : ૩,૮૭,૬૨૭ રૂપિયા
૨. Era : ૪,૧૨,૧૫૬ રૂપિયા
૩. Magna : ૪,૪૦,૪૫૭ રૂપિયા
૪. Magna AMT : ૪,૯૭,૦૬૧ રૂપિયા
૫. Sportz : ૪,૭૮,૧૯૩ રૂપિયા
