Tellywood/ રૂબિના દિલેકની બગડી તબિયત, સોજાયેલા હોઠનો શેર કર્યો ફોટા

રૂબિના દિલેકની તબિયત સારી નથી. તેને તાવ સાથે ગળામાં દુખાવો અને ઇન્ફેકશન છે.

Trending Entertainment
રૂબિના

ટેલિવિઝન અભિનેત્રી અને બિગ બોસ 14 ની વિજેતા રૂબિના દિલેકે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચહેરાની બે તસવીરો શેર કરી છે. જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. તસવીરોમાં તેનો બદલાયેલો ચહેરો જોવા મળી રહ્યો છે. જેમાં તે તેના સૂજી ગયેલા હોઠ સાથે જોવા મળી રહી છે. લાલ આંખોથી તેનો ચહેરો પણ નબળો દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે રૂબિના દિલેકની તબિયત સારી નથી. તેને તાવ સાથે ગળામાં દુખાવો અને ઇન્ફેકશન છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી અને લખ્યું, “તાવ, ગળામાં દુખાવો, ઇન્ફેક્શન અને સોજાવાળા હોઠ, હું ચોક્કસપણે બતક જેવી દેખાઉં છું અને હું નિરાશ છું અને મારી જાત પર હસું છું.”

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

તેની આ તસવીરો જોઈને તેના ફેન્સ દુઃખી થઈ ગયા છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક તેમને કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે. જણાવી દઈએ કે રૂબિના દિલેકે છેલ્લે ‘ઝલક દિખલા જા 10’માં જોવા મળી હતી. તે જ સમયે, ‘ખતરો કે ખિલાડી 12’ માં અભિનેત્રીના સ્ટંટે બધાના હોશ ઉડાવી દીધા હતા. અભિનેત્રી ‘બિગ બોસ 14’ની વિનર પણ રહી ચુકી છે.

આ પણ વાંચો:કપિલ શર્માથી ચાહકે માંગી તેની ઓનસ્ક્રીન પત્ની, શર્માજીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચો:રાખી સાવંતનો સનસનાટીભર્યો આરોપ, આદિલે બનાવ્યો ન્યૂડ વીડિયો અને…

આ પણ વાંચો: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું હનીમૂન આ કારણે થઈ શકે છે પોસ્ટપોન