Entertainment News/ લોકપ્રિય રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ સિઝન 2 માંથી અશ્નીર ગ્રોવરની વિદાય? જાણો કોણ સંભાળશે હોસ્ટિંગની ધૂરા

લોકપ્રિય રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ (Rise and Fall Season2) ની બીજી સીઝનમાં અશ્નીર ગ્રોવર હોસ્ટ તરીકે નહીં જોવા મળે તેવા અહેવાલો છે. જાણો પ્રથમ સિઝનની સફળતા અને નવા હોસ્ટ અંગેના અપડેટ્સ.

Entertainment
rise-and-fall-season2-ashneer-grover-leave

Entertainment News : ટેલિવિઝન જગતમાં પોતાના દમદાર અંદાજથી ધમાકો મચાવનાર રિયાલિટી ગેમ શો ‘રાઇઝ એન્ડ ફોલ’ (Rise and Fall Season2) ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ શોની પ્રથમ સીઝનમાં પોતાના કડક મિજાજ, રોકડું પરખાવવાની શૈલી અને નોન-સેન્સ એપ્રોચથી દર્શકોના મન જીતનારા જાણીતા ઉદ્યોગપતિ અને ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ (Shark Tank India)ના પૂર્વ જજ અશ્નીર ગ્રોવર હવે આગામી બીજી સીઝનમાં હોસ્ટ તરીકે જોવા નહીં મળે.

Rise and Fall Season2 : બ્રિટિશ ફોર્મેટ પર આધારિત શો અને પ્રથમ સીઝનની સફર

બ્રિટિશ ટેલિવિઝન શોના હિટ કોન્સેપ્ટ પર તૈયાર થયેલા આ ભારતીય રિયાલિટી શો (Indian reality show)એ પોતાની શરૂઆતી સિઝનમાં જ ટેલિવિઝન પર જબરો પ્રભાવ પાડ્યો હતો અને વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’ને પણ ભારે ટક્કર આપી હતી. એમએક્સ પ્લેયર (MX Player) પર પ્રસારિત થયેલા આ શોમાં 16 સ્પર્ધકોએ પોતાની સ્ટ્રેટેજી અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. કાંટાની ટક્કર ભરેલા આ મુકાબલાના અંતે પ્રખ્યાત ટીવી અભિનેતા અર્જુન બિજલાણીએ ‘રાઇઝ એન્ડ ફોલ’ની પ્રથમ સિઝનનું વિજેતાપદ પોતાના નામે કર્યું હતું.

નવા હોસ્ટને લઈને સર્જાયું સસ્પેન્સ

અશ્નીર ગ્રોવરે પોતાના અયુનિક અંદાજથી આ શોના હોસ્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું, જેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. જોકે, સીઝન માંથી તેમની ગેરહાજરીના અહેવાલો વચ્ચે શોના નિર્માતાઓએ હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી. અશ્નીરના સ્પષ્ટવક્તા સ્વભાવને રિપ્લેસ કરવો મેકર્સ માટે પણ મોટો પડકાર બની રહેશે, અને હાલ દર્શકો નવા હોસ્ટના નામ જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો :પ્રિયંકા ચોપડાએ મેરી કોમને કર્યું ચિયર, Bigg Boss 20ના સ્પર્ધકોને આપી ચેતવણી

આ પણ વાંચો :India’s Got Latent 2ના એપિસોડ 6માં રાખી સાવંત અને અશ્નીર ગ્રોવર મચાવશે ધમાલ

આ પણ વાંચો :નાના પાટેકરની નવી દમદાર ફિલ્મ ‘ધ કન્ફેશન ઓફ મેરી’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રિમિયર