Not Set/ પ્રભાસની ફિલ્મ ‘સાહો’ આઈમેક્સ સ્ક્રીનો પર દુનિયાભરમાં થશે રિલીઝ

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ ‘સાહો’ થી કમબેક કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ 2D ફોર્મેટ ઉપરાંત IMAX ફોર્મેટમાં રિલીઝ થવાની છે. ફિલ્મ ‘સાહો’ નું આઈમેક્સ વર્ઝન ફક્ત ભારત જ નહીં વિદેશમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ તમામ બજારો માટે આઇમેક્સ ફોર્મેટમાં ડિજિટલ રીતે ફરીથી ગોઠવવામાં આવશે. જો કે દરેક હોલીવુડ ફિલ્મને આઈમેક્સમાં રિલીઝ કરવા […]

Uncategorized

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ ‘સાહો’ થી કમબેક કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ 2D ફોર્મેટ ઉપરાંત IMAX ફોર્મેટમાં રિલીઝ થવાની છે. ફિલ્મ ‘સાહો’ નું આઈમેક્સ વર્ઝન ફક્ત ભારત જ નહીં વિદેશમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ તમામ બજારો માટે આઇમેક્સ ફોર્મેટમાં ડિજિટલ રીતે ફરીથી ગોઠવવામાં આવશે.

જો કે દરેક હોલીવુડ ફિલ્મને આઈમેક્સમાં રિલીઝ કરવા માટે આજે આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. ભારતીય ફિલ્મ નિર્માતાઓએ હજી આ ટ્રેન્ડ અપનાવ્યો નથી. ‘ધૂમ 3’, ‘ગોલ્ડ’ અને ‘2.0’ એવી કેટલીક ફિલ્મો છે જે આઈમેક્સમાં રજૂ કરવામાં આવી હતી.

IMAX મનોરંજનનાં પ્રમુખ અને IMAX કોર્પનાં એક્ઝિક્યુટિવ ચેરમેન મેગન કોલિગને કહ્યું, “યુવી ક્રિએશન અને ટી-સિરીઝનાં ભાગીદાર બનીને ‘સાહો’ ની રિલીઝને લઇને અમે ખૂબ જ ખુશ છીએ.” આ ફિલ્મ 30 ઓગષ્ટે હિન્દી, તેલુગુ અને તમિલ એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે.

‘સાહો’ નું દિગ્દર્શન સુજિત દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધા કપૂર, નીલ નીતિન મુકેશ અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. બ્લોકબસ્ટર ફિલ્મ સિરીઝ ‘બાહુબલી’ બાદથી પ્રભાસે કોઈ ફિલ્મ કરી નથી. તે ‘સાહો’ ફિલ્મ સાથે પરત ફરવા જઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.