Not Set/ સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નં 9ની મહિલાઓએ પ્રાથમિક સુવિધા ન મળતા માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

નિયમ મુજબ ટેક્ષ પુરો ભરતા હોવા છતાંય પ્રાથમિક સુવિધાઓ ન મળતાં મહિલાઓમાં આક્રોશ

Uncategorized

સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નં. 9ની મહિલાઓએ પ્રાથમિક સુવિધા ન મળતા માટલા ફોડી વિરોધ પ્રદર્શન સાથે હલ્લાબોલ મચાવ્યો હતો. આ વિસ્તારના રહીશો દ્વારા નિયમ મુજબ ટેક્ષ પુરો ભરતા હોવા છતાંય પ્રાથમિક સુવિધાઓ આપવામાં સતાધારી પાર્ટી તદન નિષ્ફળ ગઈ હોવાથી મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર નગરપાલિકા વૉર્ડ.9ના વિવિધ વિસ્તારોમાં મળીને અંદાજે 5000 લોકો વસવાટ કરે છે અને આ વોર્ડના લોકો દ્વારા નિયમ મુજબ ટેક્ષ પણ પુરો ભરતા હોવા છતાંય પ્રાથમિક સુવિધાઓ આપવામાં સતાધારી પાર્ટી તદન નિષ્ફળ ગઇ છે. સુરેન્દ્રનગરની પ્રજાએ ખોબલે ખોબલે મત ભાજપના 49 સીટો આપવા છતાંય તેઓનો અંદરો અંદર સત્તાલાલચુ માણસો લોકોના વિકાસ કાર્યો ભુલી ગયા છે.

આજે રજુઆતના સમયે એક પણ અધિકારી કે પ્રમુખ કે કોઈ પણ સભ્યો હાજર ન રહેતા પાલિકા હાલમાં નોંધારી બની ગઇ છે. ત્યારે સુરેન્દ્રનગર વૉર્ડ.9ની બહેનોએ માટલા ફોડીને આક્રોશ ઠાલવી પાલિકામાં જોરદાર હલ્લાબોલ મચાવ્યો હતો. અને જો આગામી આઠ દિવસમાં જો પ્રાથમિક સુવિધાઓ નહિ આપવામાં આવે તો વૉર્ડના તમામ લોકો ગાંધી ચીધ્યાં માર્ગે ધરણા યોજવા મજબુર બનશે એવી ચિમકી પણ દિવાળીના તહેવાર ટાણે ઉચ્ચારવામાં આવતા તંત્રમાં પણ તહેવાર ટાણે દોડધામ મચી જવા પામી છે.