T20 World Cup/ પાકિસ્તાનની જીત પર શખ્સે ઉડાવી મજાક, ભારતીય પ્રશંસકે આપ્યો એવો જવાબ કે ચોંકી જશો આપ, Video

સર બહુ હસતા દેખાઇ રહ્યા છો, શું થયું? 10 વિકેટની હાર? મૌકા મૌકામાં તો 2 ટીવી તોડી દીધા હતા? સવાલ હ્રદયસ્પર્શી હતા પરંતુ ભારતીય ચાહકે સંયમ સાથે જવાબ આપ્યો અને કહ્યું, ‘શું તમે ઈચ્છો છો કે અમે હસીએ પણ નહીં.

Sports
ટીમ ઈન્ડિયાનો ફેન

પાકિસ્તાન સામેની હાર બાદ હવે ભારતે T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે કરો યા મરો મેચ રમવાની છે. આ શાનદાર મેચ પહેલા ટીમ ઈન્ડિયાનાં ચાહકોમાં બેચેની અને ઉત્તેજના બન્ને ચરમ પર છે. ટીમ ઈન્ડિયાનાં ચાહકો ક્રિકેટને લઈને ખૂબ જ ભાવુક હોય છે, જેના કારણે જ્યારે પણ ટીમ ઈન્ડિયા હારે છે ત્યારે ખેલાડીઓને તેમના ગુસ્સાનો સામનો કરવો પડે છે. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ હાર બાદ પણ એક ટીમ ઈન્ડિયાનો ફેન જે કહે છે તે સાંભળી તમે પણ કહેશો વાહ…

આ પણ વાંચો – T20 World Cup / અશ્વેત ખેલાડીઓને તેમની પ્રતિભાનાં આધારે જ ન્યાય કરવો જોઈએ : માઈકલ હોલ્ડિંગ

આપને જાણીને થોડી નવાઇ લાગશે પણ ટીમ ઈન્ડિયા ક્યારેય ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારત T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે તેવી પણ શક્યતા છે. ત્યારે ચાહકો ઈચ્છી રહ્યા છે કે ભારત ન્યૂઝીલેન્ડને હરાવી T20 વિશ્વમાં તેની સફર ચાલુ રાખે, પરંતુ જો એવું ન થાય તો ભારતીય ચાહકોએ આ શખ્સને ખાસ સાંભળવો જોઈએ. પાકિસ્તાન વિરુદ્ધની હાર બાદ એક વ્યક્તિએ મેદાનની બહાર જતા ભારતીય પ્રશંસકને મજાકમાં પૂછ્યું, ‘સર બહુ હસતા દેખાઇ રહ્યા છો, શું થયું? 10 વિકેટની હાર? મૌકા મૌકામાં તો 2 ટીવી તોડી દીધા હતા? સવાલ હ્રદયસ્પર્શી હતા પરંતુ ભારતીય ચાહકે સંયમ સાથે જવાબ આપ્યો અને કહ્યું, ‘શું તમે ઈચ્છો છો કે અમે હસીએ પણ નહીં. અમે ભારતમાંથી છીએ. જો અમે નહીં હસીએ તો કોણ હસશે?’

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની પત્રકારે કર્યો એવો સવાલ અફઘાન કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલ્યા ગયા

ભારતીય પ્રશંસકે આગળ કહ્યું, ‘જો તમે 10 વિકેટથી પણ હારી જાઓ તો તે માત્ર એક રમત છે. હું ભારતીય છું દોસ્ત BCCI અમારા માટે ઈવેન્ટનું આયોજન કરે છે. અમને અહીં આવવાનો મોકો આપ્યો. પાકિસ્તાન ખૂબ સારું રમ્યું. અમે ઈચ્છતા હતા કે પાકિસ્તાન સારું રમે જેથી તેમનું ક્રિકેટ થોડું સારું થાય. પાકિસ્તાનનાં લોકોમાં થોડી ખુશી આવે. પાકિસ્તાનનાં લોકો થોડા નિરાશ થયા હતા, જીતવું જરૂરી છે પાકિસ્તાનને પણ મજા આવશે. આ ભારતીય પ્રશંસકનાં જવાબે તેની મજાક ઉડાવવાની કોશિશ કરનારા લોકોને ન માત્ર ચૂપ કરી દીધા પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકોને એક મોટો પાઠ પણ આપ્યો. બોધપાઠ એ છે કે ક્રિકેટ એક રમત છે અને જે આ રમત રમી રહ્યા છે તે આપણા જ લોકો છે. આવી સ્થિતિમાં આપણે આપણા ખેલાડીઓને કોઈપણ સંજોગોમાં સમર્થન આપવું જોઈએ.