Not Set/ #INDvWI : સિક્સર કિંગ રો-હિત શર્માએ આફ્રિદીનો આ રેકોર્ડ તોડી પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ

તિરુવંતપુરમ, તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ૯ વિકેટે એકતરફી વિજય હાસંલ કર્યો છે. આ સાથે જ ભારતે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે. પાંચમી વન-ડેમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ અણનમ ૬૩ રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન શર્માએ ૪ સિક્સર અને ૫ ચોક્કા ફટકાર્યા હતા. જો કે આ […]

Trending Sports

તિરુવંતપુરમ,

તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ૯ વિકેટે એકતરફી વિજય હાસંલ કર્યો છે. આ સાથે જ ભારતે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.

પાંચમી વન-ડેમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ અણનમ ૬૩ રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન શર્માએ ૪ સિક્સર અને ૫ ચોક્કા ફટકાર્યા હતા.

જો કે આ ૪ સિક્સરમાંથી બીજી સિક્સ ફટકારવાની સાથે જ રોહિત શર્માએ વન-ડેમાં સૌથી ઝડપી ૨૦૦ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

sports-200-sixes-rohit-sharma-187-innings-fastest-reach-Shahid Afridi

ભારતીય ઓપનર બેટ્સમેને ગુરુવારે અંતિમ વન-ડે દરમિયાન માત્ર ૧૮૭ ઇનિગ્સમાં જ ૨૦૦ સિક્સર ફટકારી છે અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો છે.

આ પહેલા શાહિદ આફ્રિદીએ ૧૯૫ ઇનિંગ્સમાં ૨૦૦ સિક્સર ફટકારી હતી.

બીજી બાજુ આંતરરાષ્ટ્રીય વન-ડેમાં ૨૦૦થી વધુ સિક્સર ફટકારવાના મામલે સાતમો ક્રિકેટર બની ગયો છે, જયારે ભારત તરફથી બીજો ખેલાડી છે.

ભારતીય ટીમ તરફથી એમ એસ ધોનીએ સૌથી વધુ ૨૧૮ સિક્સર ફટકારી છે. જયારે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ ફટકારવાનો રેકોર્ડ શાહિદ આફ્રિદીના નામે છે, જેઓએ ૩૫૧ સિક્સર ફટકારી છે.