Not Set/ તો શું..! સરકારે પાછલા છ મહિનામાં ‘રેમડેસિવિર’ના ૧૧ લાખ ઇન્જેક્શન બહાર મોકલી દીધા !

દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. પાછલા કેટલાક દિવસોથી રોજ એક લાખથી વધારે નવા સંક્રમિતો સામે આવી રહ્યા છે. સંક્રમણ વધવાની સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ પણ વધી ગઇ છે. તેને જોતાં સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પણ તેની વચ્ચે સરકારી સુત્રોએ દાવો કર્યો છે કે પાછલા છ મહિનામાં કેન્દ્ર સરકારે […]

Top Stories India

દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. પાછલા કેટલાક દિવસોથી રોજ એક લાખથી વધારે નવા સંક્રમિતો સામે આવી રહ્યા છે. સંક્રમણ વધવાની સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ પણ વધી ગઇ છે. તેને જોતાં સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પણ તેની વચ્ચે સરકારી સુત્રોએ દાવો કર્યો છે કે પાછલા છ મહિનામાં કેન્દ્ર સરકારે રેમડેસિવિરના ૧૧ લાખ ડોઝ વિદેશોમાં મોકલ્યા છે. આ ઇન્જેક્શન ૧૦૦ કરતાં વધારે દેશોમાં નિકાશ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ કે પાછલા છ મહિનામાં લગભગ ૩પ લાખથી વધારે ઇન્જેક્શનની માંગ રહી છે. તેમાંથી ૩૦ લાખની આસપાસ ઇન્જેક્શન ખાનગી રીતે અને પાંચ લાખ ઇન્જેક્શન સરકારી હોસ્પિટલ અને રાજ્યો માટે. સુત્રો એવું પણ કહી રહ્યા છે કે પાછલા કેટલાક મહિનાઓથી દુશમાં કોરોનાનો ગ્રાફ ઓછો થતો હતો. તે પછી રેમડેસિવિરની ડીમાન્ડ ઘટી ગઇ હતી. અને એટલા માટે ઇન્જેક્શનની નિકાસ કરવામાં આવી.

દેશની સાત કંપનીઓમાં ‘રેમડેસિવિર’નું ઉત્પાદન
સરકાર પ્રમાણે દેશમાં સાત કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે. તેમાં સિપ્લા લીમિટેડ, ડો.રેડ્ડી લેબોરેટરીઝ લીમિટેડ, હીટેરો લેબ્સ લીમિટેડ, જુબિલેંટ લાઇફ સાયન્સેઝ લીમિટેડ, બાયોકોન લીમિટેડ સિંજેન, જાયડસ કેડિલા હેલ્થકેર લીમિટેડ અને ઇન્ડિયન યુનિટ ઓય મિલાન સામેલ છે. આ સાત કંપનીઓ મળીને દર મહિને ૩૮.૮૦ લાખ ઇન્જેક્શન તેયાર કરે છે. દર મહીને આટલી મોટી સંખ્યામાં ઉત્પાદન છતાં રેમડેસિવિરની અછત એટલા માટે આવી, કારણ કે કંપનીઓએ તેનું ઉત્પાદન ડિસેમ્બરમાં ઘટાડી દીધુ હતું. કારણ કે તે વખતે દૈનિક ૩૦ હજારની આસપાસ કેસ આવી રહ્યા હતા. અને ઇન્જેક્શનની ડિમાન્ડ ઓછી થઇ ગઇ હતી.

સરકાર લઇ રહી છે કડક પગલાં
સરકારનું કહેવુ છે કે જ્યારે ફરી એક વાર કોરોનાથી હાલત બેકાબૂ બની રહ્યા છે ત્યારે રેમડેસિવિરને હોસ્પિટલો અને દર્દીઓ સુધી પહોચાડવા સરકારની જવાબદારી છે. અને તેના માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. સરકારે ઇન્જેક્શન બનાવનારી તમામ કંપનીઓને કહ્યુ છે કે તે પોતાની વેબસાઇટ પર તેના સ્ટોક અને ડિસ્ટ્રીબ્યુટરની જાણકારી આપે. તેની સાથે ડ્રગ ઇન્સપેક્ટર અને બાકીના અધિકારીઓને પણ ઇન્જેકશનના કાળાબજાર અને સંગ્રહખોરી કરનારાઓ સામે કડક પગલાં લેવાનો આદેશ છે. તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલને પણ કંપનીઓ સાથે મળીને કામ કરવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે વધારેમાં વધારે ઉત્પાદન થઇ શકે.

WHO નથી માનતું ‘રેમડેસિવિર’ને અસરકારક
WHOએ તેને હજુ સુધી કારગર દવા માની નથી. જ્યારે કોરોનાનું સંક્રમણ વધી રહયુ હતું ત્યારે સામે આવ્યુ હતુ કે રેમડેસિવિર દર્દીઓ માટે અસરકારક છે. પણ પાછલા વર્ષે નવેમ્બરમાં WHOએ આ વાતને નકારી દીધી હતી. તેનું કહેવુ હતુ કે એ વાતની કોઇ સાબિતી નથી કે રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાની સારવારમાં મદદ કરે છે. તેમ છતાં ભારત સહીત કેટલાય દેશોએ તેનો ઉપયોગ ચાલું રાખ્યો. સારવાર દરમિયાન રેમડેસિવિરના છ ડોઝ લેવા પડે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત પણ ઘટી રહી છે. પાછલા વર્ષે આ ઇન્જેક્શન બ્લેક માર્કેટમાં ૩૦થી ૪૦ હજાર રૂપિયામાં મળતું હતું. જે હવે ૪થી પ હજાર રૂપિયામાં મળી રહ્યુ છે. મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોનું કહેવુ છે કે આ ઇન્જેકશનને ૧૦૦૦થી ૧૪૦૦ રૂપિયાની વચ્ચે વેચીશું.