Gujarat Weather Update: રાજ્યમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં આણંદ, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલે રાજ્યના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
દરમિયાન, આવતીકાલે રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ફરી જળબંબાકાર? જાણો 11 ઓગસ્ટે ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મેઘરાજાની સવારી ફરી નીકળશે! ગુજરાતમાં 3 દિવસ વરસાદ અને તોફાની પવનની શક્યતા
આ પણ વાંચો: 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ? અંબાલાલ પટેલની મોટી આગાહી, મઘા નક્ષત્રમાં ખેડૂતોને મળી શકે રાહત
