@દિવ્યેશ પરમાર
Surat News: આજના ટેકનોલોજીના સમયમાં લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા રહે છે.જેને અટકાવવા માટે આવર્ષે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરી બોલતા ગણેશજીનું સ્થાપન કરાયું છે જેમાં ગણપતિ બાપા તમામ દર્શનાર્થીઓને સાયબર ક્રાઈમ થી બચવા માટે ખાસ સંદેશ આપી રહ્યા છે.
દર વર્ષે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશ ચતુર્થી એ સ્થાપન કર્યા બાદ 10 દિવસ સુધી બાપ્પા ની પૂજા અર્ચના કરાતી હોય છે.અંગ્રેજોના સમયથી બાપ્પાની સ્થાપના વિવિધ સંદેશ આપવા કરવામાં આવે છ. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક નવતર અભિગમ સાથે બોલતા ગણપતિજીની સ્થાપના કરાય છે સાયબર ક્રાઇમ પોલીસ મથકની બાજુમાં જ ગણેશ પંડાલ બનાવી ત્યાં બોલતા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.

મહત્વનું છે કે આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા થયા છે જેના કારણે અનેક લોકો સાયબર ક્રાઇમનો શિકાર બની જાય છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકો સાયબર ક્રાઈમ લોકો સાયબર ક્રાઇમનો શિકાર ન બને એ માટે બોલતા ગણપતિજીની સ્થાપના કરાય છે બાપ્પાના દર્શન કરવા આવતા તમામ દર્શનાર્થીઓને બાપા બોલી અને સાયબર ક્રાઇમ વિશેની માહિતી પાઠવશે ખાસ ગણપતિજીની મૂર્તિની આગળ એક ડિસ્પ્લે મુકવામાં આવી છે અને આ ડિસ્પ્લેમાં સાઇબર ક્રાઇમને લગતી તમામ સૂચનાઓ આપવામાં આવી રહી છે.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થીઓને માટે ગેટ પર જ એક ક્યુ આર કોડ મૂકવામાં આવ્યો છે યુ આર કોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરવાથી સાયબર ક્રાઈમ ને લગતી તમામ માહિતી લોકોને પોતાના મોબાઈલમાં મળી રહે છે જેથી બોલતા ગણપતિ સાયબર ક્રાઈમ નો ભોગ બનતા લોકોને અટકાવવામાં મદદરૂપ સાબિત થશે.ગણપતિ જીના વાહન મુશક પણ અનેક બનાવવા માં આવ્યા છે.આ તમામ મુશક પર સાયબર ક્રાઈમ ને લગતા મેસેજ આપવામાં આવ્યા છે.

બોલતા ગણપતિના દર્શન કરવા આવતા તમામ લોકોને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રસાદી રૂપે ખાસ ટીપ કાર્ડ આપવામાં આવી રહ્યા છે આ કાર્ડ સ્વરૂપે પ્રસાદી મેળવ્યા બાદ લોકો આ કાર્ડની અંદરથી સાઇબર ક્રાઈમ ને લગતી તમામ માહિતી મેળવી શકશે ખાસ આ ટિપકાર્ડ માં સાયબર ક્રાઇમનો ભોગ બનતા કઈ રીતે ચેતુ તે તમામ પ્રકારની માહિતી આ ટિપકાર્ડમાં આપવામાં આવી છે..સુરત ના આ બોલતા ગણપતી ના દર્શન કર્યા બાદ લોકો સાયબર ક્રાઈમ નો ભોગ બનતા અવશ્ય અટકી જશે.
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે
