Not Set/ રાજકોટમાં 3 નવા કેસ સાથે અમરેલીનાં દર્દીનું મોત…શહેરમાં કોરોના ફફડાટ…

ગુજરાતમાં કોરોનાનો કહેર અવિરત રીતે વરસી રહ્યો છે અને વધતો જ જાય છે તે સૌ જાણે જ છે, ત્યારે આત્યાર સુધી ગુજરાતનાં મહાનગરોમાં પ્રમાણમાં કહી શકાય તો સૌથી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે તેવા રાજકોટ શહેર અને જીલ્લામાં પણ કોરોનાએ પોતાનો વિસ્તાર અને વસ્તાર વધાર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં વધુ કોરોનાના 3 કેસ નોંધાયા […]

Gujarat Rajkot

ગુજરાતમાં કોરોનાનો કહેર અવિરત રીતે વરસી રહ્યો છે અને વધતો જ જાય છે તે સૌ જાણે જ છે, ત્યારે આત્યાર સુધી ગુજરાતનાં મહાનગરોમાં પ્રમાણમાં કહી શકાય તો સૌથી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે તેવા રાજકોટ શહેર અને જીલ્લામાં પણ કોરોનાએ પોતાનો વિસ્તાર અને વસ્તાર વધાર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં વધુ કોરોનાના 3 કેસ નોંધાયા છે. રાજકોટનાં કુવાડવા ત્રિમંદીર પાસે એક કેસ નોંધાયો છે. તો એક કેસ રાજકોટનાં રૈયા રોડ અને એક કેસ રાજકોટ બસ સ્ટેન્ડ પાસે આવેલા હાથીખાના વિસ્તારમાં નોંધવામાં આવ્યો છે. ધીમે ધીમે રાજકોટ શહેરનાં તમામ વિસ્તારોમાં કોરોના પોતાનો વસ્તાર વધારી રહ્યો હોય તેવું જોવામાં આવી રહ્યું હોવાનાં કારણે લોકોમાં એક પ્રકારનો ડર પેસી ગયો છે. 

અત્યાર સુધી રાજકોટ શહેરમાં 103 અને ગ્રામ્ય વિસ્તાર એટલે કે જીલ્લામાં 49 કોરના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સમગ્રતામાં વાત કરવામાં આવે તો રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 152 પર પહોેચી ગયો છે.  જ્યારે આજે રાજકોટની હોસ્પિટલમાં એક કોરોનાનાં દર્દીનું મોત નિપજ્યાનાં સમાચારે શહેરમાં હાહાકાર મચાવી દીઘો છે. 

જી હા, રાજકોટની covid-19 સિવિલ હોસ્પિટલમાં અમરેલીના ૬૫ વર્ષીય કોરોના પોઝિટિવ વૃધ્ધ દર્દીનું  મોત નીપજ્યું છે. મરણજનાર યોગેશ જોશી, અમરેલીના ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં રહેતા હતા અને પાંચ-છ દિવસ પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઇ કાલ સાંજે તેમનું મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews