Not Set/ અમરેલી/કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 3 ગંભીર

  અમરેલીમાંથી કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી જીલ્લાનાં બગસરા રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હોવાનું જોવામાં આવી રહ્યું છે.  પ્રાથમીક માહિતી પ્રમાણે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મરણજનાર ચાર લોકોમાં 2 મહિલા અને 2 બાળકોનાં મોત થયા હોવાનું સામે […]

Gujarat Others
 

અમરેલીમાંથી કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી જીલ્લાનાં બગસરા રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હોવાનું જોવામાં આવી રહ્યું છે. 

પ્રાથમીક માહિતી પ્રમાણે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મરણજનાર ચાર લોકોમાં 2 મહિલા અને 2 બાળકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.  અકસ્માતનો ભોગ બનેલી કારમાં 7 લોકો હતા, અકસ્માતમાં 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ છે અને તેમાથી 2 ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાની વિગતો સામે આવતા, કાર અને ટ્રક વચ્ચેનાં ગમખ્વાર અકસ્માતમાં મોતની સંખ્યામાં વઘારો થાય તેવી દહેશત જોવામાં આવી રહી છે. 

કારમાં સવાર તમામ મુસાફરો ગાવડકા ગામના એક જ પરિવારનાં હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે નાના એવા ગામમાં એક સાથે ચાર-ચાર લોકોનાં મોતનાં સમાચાર મળતા ગામ આખુ શોકમાં ડૂબી ગયુ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews