સુરત શહેર અને જીલ્લામાં જેવી રીતે કોરોના છેલ્લા કેટલાય દિવસથી હાહાકાર મચાવી રહ્યો છે અને લોકોને પોતાના ખપ્પરમાં લઇ રહ્યો છે, તે જોતા કોરોનાને મહાત આવી હોય તો હવે ફક્ત વાતો અને પ્લાનીંગથી કામ ચાલે તેવુ બીલકુલ લાગતું નથી. બસ આવાજ વિચારો કદાચ સુરત તંત્રને પણ અવ્યા હોવા જોઇએ કારણે કે સુરત તંત્ર કોરોનાને કારમી હાર આપવા માટે હવે મેદાનમાં આવી ગયેલુ જોવામાં આવી રહ્યું છે.
સરકારી વહીવટી તંત્રએ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે ગ્રાસ રુટ લેવલથી કામગીરી હાથધરી છે. તંત્ર દ્વારા શહેરનાં માંગરોળ વિસ્તારનાં ઔદ્યોગિક એકમોથી આ કામગીરી હાથધરીમાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.
તંત્ર દ્વારા એકમોને કડકપણે #Covid19 નાં તમામ માર્ગદર્શીકાનાં નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. તો સાથે સાથે માંગરોળ, નવાપુરા, પીપોદરા GIDC સહિતના વિસ્તારમાં પણ આવી જ કામગીરી હાથધરી લોકોનાં કોરોના સામે લડવાની હામ ભરવાની સાથે સાથે માર્ગદર્શીકાની સમજ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર અને તંત્ર દ્વારા શહેરની વિવિધ 12 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમોમાં આ સમાન્તર કામગીરી હાથધરવામાં આવી હતી. સમગ્ર મુહિમમાં શહેરનાં નાયબ મામલતદાર, ઔધોગિક અધિકારી, પોલીસ સહિતનાં લોકોએ હાજરી આપી હતી. મુહિમ અનુસાર કોરોના સામેની લડાઇની ગાઇડલાઇન પ્રમાણે તમામ પ્રકારની તકેદારી રાખવા સુચન આપી અપીલ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
