Valsad News : મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર સતત વિકાસ કાર્યોને વેગ આપી રહી છે ત્યારે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી ને લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સતત રૂબરૂ મળીને કરવામાં આવેલા રજૂઆતો અને અથાગ પ્રયાસો થકી નિતીન ગડકરીજી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૮૪૮ ના પારડી (રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮) જંકશન- સુકેશ- નાનાપોંઢા-કપરાડાથી ૩૭.૦૮ કીમી લંબાઇના ભાગને પેવ્ડ શોલ્ડર સાથે વિભાજિત કેરેજવે સાથે ૪-લેન બનાવવા માટે રૂપિયા ૮૨૫.૭૨ કરોડ મંજૂર કરી વિશેષ પેકેજ ની જાહેરાત કરવામાં આવતા રોજિંદા હજારો ની સંખ્યામાં અવરજવર કરતા વાહનચાલકો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૮૪૮ ગુજરાતના વલસાડ નજીક પારડીને મહારાષ્ટ્રના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર થાણેથી નાસિક થઈને જોડે છેસાંસદ ધવલ પટેલ દ્વારા આ રસ્તાઓ બાબતે સતત કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી માનનીય નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી આ સમસ્યાનો સુખદ નિરાકરણ લાવવા માટેની વારંવારની રજૂઆતો કરવામાં આવી હતી, ગત ૧૨મી માર્ચ ના રોજ સાંસદ ની મહત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય રોડ પરિવન મંત્રી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે,જેની જાહેરાત મંત્રી દ્વારા પોતાના ઑફિશિયલ X એકાઉન્ટ ઉપર શેર કરી છે.
કેન્દ્રીય સરકાર ના મહત્વપૂર્ણ નિર્ણય ના પગલે રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફરી કરતા વાહન ચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે, સાંસદ ધવલભાઈ પટેલે સતત દેશના લોકોની ચિંતા કરતા અને દેશના વિકાસકાર્યો પર સતત કામ કરતાં યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીનો તેમજ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી માનનીય નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં 31 ડિસેમ્બર પૂર્વે વેરાવળના બંદરમાં પોલીસનું સઘન ચેકીંગ
આ પણ વાંચો: જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત

