National News/ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

મોદી સરકાર પાસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી

India

National News : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘સરકારે પહેલા પોતાના દેશમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા જોઈએ.’

પહલગામ હુમલા પર સવાલ ઉઠાવતા શંકરાચાર્યએ કહ્યું કે, ‘આતંકવાદીઓ દેશમાં કેવી રીતે ઘૂસ્યા? 40 મિનિટ સુધી તેઓ લોકોને મારતા રહ્યા અને પછી સરળતાથી ભાગી નીકળ્યા. તેમણે મોદી સરકાર પાસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે

સ્વામી  અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘જ્યાં સુધી આપણે આપણી અંદરના દુશ્મનોને નહીં ઓળખીએ, ત્યાં સુધી દેશની સુરક્ષા પર માત્ર વાતો જ ચાલુ રહેશે. સુરક્ષામાં આટલી મોટી ખામી કેવી રીતે થઈ? આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી મુક્તપણે કેવી રીતે ફરતા રહ્યા? તેમજ, જ્યારે હુમલા પછી તરત જ આતંકવાદીઓના નામ અને ફોટા મળી જાય છે, તો પછી આ માહિતી પહેલા કેમ મળી ન હતી?’કરાચાર્યને બાગેશ્વર ધામના મહારાજને લઈને પૂછતા સવાલ કરતાં કહ્યું કે, તેઓ દરેક માટે પરચી કાઢે છે તો, આ ઘટના માટે પરચી કેમ ન કાઢી.

આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે અમને પણ અપેક્ષા છે કે, મહારાજ આતંકવાદીઓ માટે પણ પરચી કાઢે. તો અમને લોકોને પણ ખબર પડે.સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ‘બાગેશ્વર ધામના મહારાજ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે. તેમણે જે ગામને હિન્દુ ગામ બનાવ્યું છે, તે ગામમાં પહેલેથી જ બાગેશ્વર મહારાજ બિરાજમાન છે. એ તો હિન્દુ જ છે, તો પછી તેને હિન્દુ ગામ બનાવવાની શું જરૂર હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ હુમલા બાદ દિલ્હીમાં હંગામો, પાકિસ્તાની રાજદૂતને મધ્યરાત્રિએ બોલાવવામાં આવ્યા, PNG નોટિસ આપવામાં આવી

આ પણ વાંચો:આજે એર ઇન્ડિયા શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે ખાસ ફ્લાઇટ્સ ચલાવશે,એરલાઇન્સનો મોટો નિર્ણય

આ પણ વાંચો:પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દિલ્હી-મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું