Not Set/ PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીને ફરી નજર કેદ કરવામાં આવ્યા,તેમના ભાઇને EDની નોટિસ…

મહેબૂબા મુફ્તી બુધવારે જમ્મુથી પરત ફર્યા બાદ લાલ ચોક ખાતેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Top Stories India

પીડીપીએ આરોપ લગાવ્યો છે કે તેમના પ્રમુખ મહેબૂબા મુફ્તી બુધવારે જમ્મુથી પરત ફર્યા બાદ લાલ ચોક ખાતેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હૈદરપોરા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અલ્તાફ અને મુદાસિરના સંબંધીઓએ લાલ ચોક ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. આરોપ છે કે પોલીસે તેમને નજરકેદ કરી દીધો છે.

બીજી બાજુ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીના ભાઈ મુફ્તી તસદ્દુક સઈદને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કરીને ગુરુવારે સવારે 11 વાગ્યે નવી દિલ્હી મુખ્યાલયમાં હાજર થવા જણાવ્યું છે. તસદુક સરકારમાં પ્રવાસન મંત્રી રહી ચૂક્યા છે.

આ પહેલા EDએ આ જ કેસમાં મહેબૂબા મુફ્તીની માતાને સમન્સ પાઠવ્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જો તેમની પાર્ટી કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોઈ રાજકીય કાર્યક્રમ કરે છે તો પાર્ટીના કેટલાક વરિષ્ઠ સભ્યને બોલાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે ભાજપ એક સાંપ્રદાયિક પાર્ટી છે અને તે કાશ્મીરીઓને જાણીજોઈને મારીને દેશના અન્ય ભાગોમાં મત મેળવવા માંગે છે. ભાજપની પ્રદેશ કાર્યકારિણી પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર મહેબૂબાએ કહ્યું કે તે પાર્ટીની કાર્યશૈલી સંબંધિત પ્રશ્નનો જવાબ આપવા માંગતી નથી જે નાથુ રામ ગોડસેની પૂજા કરે છે. આ પ્રસંગે જનરલ સેક્રેટરી અમરીક સિંહ રેઈન, સુખવિંદર સિંહ, વિરેન્દ્ર સિંહ સોનુ, પરવેઝ મલિક, ફિરદોસ તક વગેરે નેતાઓ પણ હાજર રહ્યા હતા.