બનાસકાંઠાનાં અમીરગઢમાં માસૂમ બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની દિલ હચમચાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. અને આ કરુણ ઘટના પાછળનું કારણ પણ એટલુ જ ખેદ જનક હોવાનુ સામે આવી રહ્યું છે. જી હા, માસૂમ બાળકની નિર્મમ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણ ભૂત છે.
પ્રેમ જીવન આપે છે તેવી કિતાબી વાતો બધાએ વાંચી જ છે, પરંતુ જ્યારે આત્મહત્યા, હત્યા, એસીડ એટેક, ઓનર કિલીંગ જેવી ઘટના સામે આવે છે, તેની પાછળ મહદ કિસ્સામાં પ્રેમ પ્રકરણ જોવામા આવતુ હોય છે. અહીં પણ કહાની સરખી જ છે.
સામે આવી રહેલી વિગતો પ્રમાણે બનાસકાંઠાનાં અમીરગઢમાં પ્રેમ પ્રકરણમાં માસૂમ બાળકની હત્યા કરવામાં આવી છે. પ્રેમીએ પ્રેમિકાના બાળકની હત્યા કરી નાખી છે. અમીરગઢ તાલુકાના કિડોતર ગામની આ ઘટનામાં પ્રેમીકા યુવતીએ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હત્યા કરી ભાગી ગયેલા હત્યારાને ઝબ્બે કરવા માટેના ચક્રો ગતીમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
