બીજી ટેસ્ટ મેચ/ પ્રથમ દાવમાં ભારત 364 રન પર ઓલઆઉટ

ટીમ ઇન્ડિયાએ બીજા દિવસની રમત શરૂ થતાં જ કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી

Top Stories

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ‘ટેસ્ટ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહી છે. ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 364 રનમાં સમેટાઈ ગયો હતો. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ શરૂ થયો છે. રોરી બર્ન્સ અને ડોમ સિબલી ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ કરવા આવ્યા છે.

ટીમ ઇન્ડિયાએ બીજા દિવસની રમત શરૂ થતાં જ કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી.તેમણે  250 બોલમાં 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  રહાણે ફરી એક વખત નિષ્ફળ રહ્યો અને 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ પછી જાડેજા અને પંતે ઇનિંગ સંભાળી હતી, જોકે પંત પણ 37 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ જાડેજાએ સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતું પરંતુ 40 રન બનાવ્યા બાદ તે બોલ્ડ થયો અને ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે પહેલા દિવસે ભારતની મજબૂત સ્થિતિ હતી પરતું બીજા દિવસે ભારતના બેટસમોનો  નિષ્ફળ રહ્યા હતા જેના લીધે 364 પર ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી