હરિયાણાના ફાતેહાબાદ જિલ્લામાં એક તાંત્રિક પૂજારી અમરપુરી ઉર્ફ બિલ્લૂની ધરપકડ કરવામાં આવી છે. પૂજારી અમરાપુરી ઉર્ફ બિલ્લુ પર 120 મહિલાઓ સાથે જબરદસ્તી સંબંધ બનાવવાનો આરોપ છે.
આરોપ છે કે અમરપુરી ઉર્ફ બિલ્લુ પ્રેતબાધાના નામ પર મહિલાઓને ફસાવતો હતો અને તંત્ર વિદ્યા દરમિયાન નશીલી દવા આપતો હતો. બેહોશીની હાલતમાં પીડિતા સાથે રેપ કરતો અને વિડિઓ બનાવી લેતો હતો. ત્યારબાદ મહિલાઓને બ્લેકમેલ કરીને એમનું શારીરિક અને આર્થિક શોષણ કરતો હતો.
બિલ્લુની વિરુદ્ધ 9 મહિના પહેલા એક મહિલાએ રેપનો કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં ધરપકડ થયા બાદ એને જામીન મળી ગયા હતા.
Haryana: Baba Amarpuri, a Mahant at Baba Balaknath Temple in Fatehabad's Tohana, was nabbed by police y'day after videos of him allegedly raping women surfaced online. Police say 'We filed a case & started probe. His premises were also raided & we seized some suspicious articles' pic.twitter.com/RGw7HIWwdZ
— ANI (@ANI) July 21, 2018
તાંત્રિક અમરપુરીનો મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ અમરપુરી ઉર્ફ બિલ્લુની ધરપકડ કરીને એના પર રેપ, આઇટી એક્ટ, બ્લેકમેલીંગ સહીત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ અમરપુરી પાસે 120 વિડિઓ મળી આવ્યા છે. જેમાં તેઓ મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવતા દેખાઈ રહ્યા છે. પુજારીના રૂમમાંથી નશાની ગોળીઓ અને તંત્ર-મંત્રનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ અમરપુરીના રૂમમાં ત્રણ દરવાજા છે. તેઓ ગુપ્ત રીતે મહિલાઓ ને પોતાના રૂમમાં લાવતા હતા. એમના રૂમમાં સીસીટીવી કેમેરાઓ લાગેલા હતા.

આ મામલામાં બે મહિલાઓ અને એક પુરુષને પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે. આરોપી બિલ્લૂને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.
અમરપુરીનું અસલી નામ અમરવીર છે. 20 વર્ષ પહેલા તેઓ પંજાબના માણસા થી તોહાના આવ્યા હતા. શરૂઆતમાં જલેબીની દુકાન લગાવતા હતા. પત્નીના મૃત્યુ બાદ તેઓ તાંત્રિક બની ગયા હતા.
