Not Set/ મીરા રાજપુતે પહેલી કમર્શિયલ એડવર્ટાઇઝ શુટ કરી, શાહિદ રહ્યો ગેરહાજર

મુંબઇ શાહિદ કપુર અને મીરા રાજપુત ફરી પેરેન્ટ્સ બનવા જઇ રહ્યાં છે.તાજેતરમાં શાહિદ કપૂરની પત્ની મીરા રજપૂતના બેબી શાવર ફંક્શનમાં તેના પરિવાર અને ઘણા મિત્રો સામેલ હતા. શાહિદ અને મીરા આ વર્ષે ફરી એક વાર માતા-પિતા બનશે. આ હેપ્પી ન્યુઝના કારણે તેમને ચાહનારા બધા ખૂબ જ ખુશ છે. આ ક્યુટ કપલને મીશા નામની પુત્રી પણ […]

Uncategorized

મુંબઇ

શાહિદ કપુર અને મીરા રાજપુત ફરી પેરેન્ટ્સ બનવા જઇ રહ્યાં છે.તાજેતરમાં શાહિદ કપૂરની પત્ની મીરા રજપૂતના બેબી શાવર ફંક્શનમાં તેના પરિવાર અને ઘણા મિત્રો સામેલ હતા. શાહિદ અને મીરા આ વર્ષે ફરી એક વાર માતા-પિતા બનશે. આ હેપ્પી ન્યુઝના કારણે તેમને ચાહનારા બધા ખૂબ જ ખુશ છે. આ ક્યુટ કપલને મીશા નામની પુત્રી પણ છે.

પ્રેગ્નેસી પછી મીરા રાજપૂત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. એવી માહીતી છે કે મીરા એક બેબી પ્રોડક્ટ માટે કમર્શિયલ જાહેરાત કરી રહી છે.મીરા રાજપૂતે જાહેરાત કરવાની આ ઓફરને સ્વીકારી અને તેનું પ્રથમ કમર્શીયલ શૂટ પણ કર્યું છે.

જોવાની વાત એ છે કે મીરા રજપૂતે એક કમર્શીયલ પ્રોફેશનલ અભિનેતાની જેમ તેના પ્રથમ કમર્શીયલ એડવર્ટાઇઝનું શૂટિંગ પુરૂ કર્યું છે.મીરાએ એક ટેકમાં જ પહેલો શોટ પુરો કર્યો હતો.મીરા ટૂંક સમયમાં એક બેબી પ્રોડક્ટ બ્રાન્ડની એડમાં જોવા મળશે.જો કે મીરાનો પહેલી એડ શુટ સમયે શાહિદ ત્યાં હાજર નહોતો.

આ અગાઉ એવા સમાચાર પણ હતાં કે દીકરી મિશા કપૂર પણ આનો એક ભાગ હશે, પરંતુ એવું નથી.

સમગ્ર ટીમને મીરા સાથે સેટ પર હાજર હતી. મીરાનું પ્રથમ કમર્શીયલ શૂટિંગ ત્યાં હતું જ્યા શાહીદ ન હતા. આવા કિસ્સામાં, મીરાએ એક મહાન કામ કર્યું છે.