અમદાવાદ,
બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક એવું સંશોધન કર્યું છે કે જે કેન્સરના ઉપાયો પૈકી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે.આ સંશોધન પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. કારણકે આ વ્યક્તિના રોગ પ્રતિરોધક તંત્રને એટલુ મજબુત કરી દે છે કે પ્રભાવિત કોશિકાઓ જાતે જ મરી જાય છે અને એવામાં કેન્સરની બિમારીથી મુક્તિ મળી શકે છે.

યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના સંશોધકોએ જણાવ્યું કે, તેમનું માનવું છે કે, તેમણે કેન્સર કોશિકાઓને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે વ્યક્તિના અંદરના રોગ પતિરોધક તંત્રનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢી છે.

સાયન્સ જર્નલમાં છપાયેલ આ રિપોર્ટ મુજબ, સંશોધકોએ એક એવી રીત શોધી કાઢી છે જેનાથી કેન્સર ટ્યુમરની અંદર જ એવા ઉપાય વિકસાવ્યા છે જેની મદદથી શરીર આ બિમારીથી જાતે જ લડી શકશે.
પ્રમુખ સંશોધક સર્ગિયો ક્યુજાદાએ જણાવ્યું કે, ઉપાયની તાકાત એ હોય છે કે તે બિલકુલ કેન્દ્રીત હોવી જાઈએ. કેન્સરના સંદર્ભમાં આ શોધ પરિવર્તનકારી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તમામ પ્રકારના કેન્સરની સારવારના ઉપાયો પર કામ હજુ ચાલુ તબક્કામાં છે, પરંતુ તેમને આશા છે કે ખૂબ જ ઝડપથી પ્રગતિ થશે. કેન્સર સાથે જાડાયેલ આ સંશોધનને ખૂબ જ પરિવર્તનકારી માનવામાં આવી રહ્યું છે. હાવર્ડ, એમઆઈટી અને યુસીએલની એક આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.
