Dhangdhra/ ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ સામે જૂના કાર્યકરનો રોષ, વીડિયો વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો

ધ્રાંગધ્રામાં પાલિકા પ્રમુખ દામિની ગોવાણી સામે ભાજપના કાર્યકરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ, જેમાં પ્રાથમિક સુવિધાઓેને લઈ કાર્યકર દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

Gujarat Others Breaking News
Municipal Council President

Dhrangadhra News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં નગરપાલિકા પ્રમુખ દામિની ગોવાણી સામે ભાજપના જૂના કાર્યકર નરેન્દ્રસિંહ પરમારનો કટાક્ષ કરતો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કાર્યકરે પ્રમુખ પોતાના મતવિસ્તારમાં જ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શક્યા નથી તેવો આક્ષેપ કર્યો છે. વીડિયો વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.

ધ્રાંગધ્રા Municipal Council President સામે કાર્યકરનો રોષ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના જૂના કાર્યકર નરેન્દ્રસિંહ પરમાર (Narendrasinh Parmar)પાલિકા પ્રમુખ દામિની ગોવાણી (Damini Govani)પર સીધો કટાક્ષ કરતા જોવા મળે છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે પ્રમુખ પોતાના મતવિસ્તારમાં જ લોકો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો વીડિયો અંગે પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કાર્યકરે ઠાલવ્યો રોષ

વીડિયોમાં નરેન્દ્રસિંહ પરમારે રસ્તા, ગટર, સફાઈ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ (Basic Facilities) નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં હજુ પણ લોકોને જરૂરી નાગરિક સુવિધાઓનો અભાવ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિકાસના દાવા કર્યા હોવા છતાં સ્થાનિક સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થયો છે. કાર્યકરે ખાસ કરીને ધોરીધાર વિસ્તારનો ઉલ્લેખ કરીને પણ કટાક્ષ કર્યો હતો. ધોરીધાર વિસ્તાર પાલિકા પ્રમુખ દામિની ગોવાણીનો મતવિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વાયરલ વિડીયો બાદ રાજકીય માહોલ ગરમાયો

વીડિયો વાયરલ થયા બાદ ધ્રાંગધ્રાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધીઓ આ મુદ્દે સત્તાધારી પક્ષને ઘેરી રહ્યા છે, જ્યારે વીડિયો અંગે હજુ સુધી પાલિકા પ્રમુખ અથવા સંબંધિત પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.  હાલ સોશિયલ મીડિયા પર વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે વીડિયોમાં કરાયેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ વધુ તેજ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્કનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં ભૂગર્ભ ગટર બાદ રસ્તાઓ બિસ્માર! લેવલિંગ ન થતાં કાદવ-ખાડાથી લોકો ત્રસ્ત

આ પણ વાંચો: ધ્રાંગધ્રાના થરા ગામમાં ગુમ થયેલા સરપંચના પોસ્ટરોને કારણે રાજકીય હલચલ