Not Set/ કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવા માટે આયુર્વેદનું કવચ,કઈ રીતે કરશો ઉપયોગ

આજે જે રોગ ઉપર વાત કરવા જઈ રહ્યા છે , તેના વિશે સાંભળી સાંભળી ને છેલ્લા ૧ વર્ષ થી આપણા કાન પાકી ગયા હશે, દરેક ને એવું થતું હશે કે હજુ પણ એવું શું છે જે કોરોના વિશે જાણવા નું બાકી છે!મિત્રો આ વખતનો જે સ્ટ્રેન છે તે ગયા

Health & Fitness Trending Lifestyle

ડૉકટર જાહ્નવી બેન ભટ્ટ

આજે જે રોગ ઉપર વાત કરવા જઈ રહ્યા છે , તેના વિશે સાંભળી સાંભળી ને છેલ્લા ૧ વર્ષ થી આપણા કાન પાકી ગયા હશે, દરેક ને એવું થતું હશે કે હજુ પણ એવું શું છે જે કોરોના વિશે જાણવા નું બાકી છે!મિત્રો આ વખતનો જે સ્ટ્રેન છે તે ગયા વખત કરતા વધારે ખતરનાક છે, આ વખત નો વાઇરસ બાળકો અને સ્વસ્થ વ્યક્તિ ઓ ને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે,

આ વખતનાં લક્ષણો 

આંખો સૂજી જવી
આંખો માં લાલાશ આવવી
આંખો ગુલાબી રંગ ની થઈ જવી
જીભ સૂજી જવી
કાન માં બહેરાશ લાગવી
જીભ ઉપર ધબ્બા પડવા
કાનમાં સતત એક પ્રકાર નો અવાજ આવવો.

ઝાડા ઉલટી થઈ જવા
ચામડી પર ધાબા થઈ જવા
ચામડી પર ખંજવાળ આવવી
પેટ માં દુઃખાવો થવો
અજીર્ણ થવું
વગેરે જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

આયુર્વેદ દ્રષ્ટિએ જે લોકો પોઝિટિવ છે, અને હોમ કોરન્ટાઈન છે, તેમણે નીચેના ઉપાયો ચાલુ મેડિસિન સાથે કરવા.

૧. સૂંઠ પાઉડર,તજ પાઉડર, અને લવિંગ પાઉડર ૧ ચમચી લઈ તેને મધ સાથે દિવસ માં ૨ વાર ચાટવું .
૨. આદુ નો રસ જેમાં લીંબુ નો રસ ઉમેરી અને ચપટી મરી પાઉડર મિક્સ કરી તથા મધ ઉમેરી સવાર સાંજ લઈ શકાય છે.

૩.એક હળદર નાં ગાંઠિયા નાં ૭ ભાગ કરી દર્દી ને એક એક ટુકડો સવાર સાંજ ચૂસવા આપવો.

૪.અજમો અને ફુદીના ને ગરમ પાણી માં નાખી તેની વરાળ નાક દ્વારા સવાર સાંજ લેવી.

૫.ગાય નાં ઘી નાં ૨-૨ ટીપાં સવાર સાંજ નાક માં નાખવા., જેથી નાક ની શ્લેષ્મ કલા કોટેડ થઈ જાય છે, અને સંક્રમણ નાક માં જતું અટકે છે.

આ દવાઓ નિષ્ણાતની સલાહ પ્રમાણે લેવાથી અવશ્ય ફાયદો થાય છે.

૧: સંશમની વટી ૨-૨
૨.સુદર્શન ઘનવટી ૨-૨
૩.આયુ -૬૪ ૧-૧
૪. યસ્ટી મધુ ઘનવટી ૧થી ૬
૫. દશમુલ કવાથ ૧-૧
૬.પથયાદી કવાથ ૧-૧

કોરોના નેગેટીવ થઈ જાય ત્યાર પછી પણ ઘણા ને ખૂબ જ અશકિતનો અહેસાસ થતો હોય છે, આવા સમયે ,એક ખૂબ જ અનુભૂત પ્રયોગ છે , ૧ ચમચી ઘઉં નો લોટ,૨-૩ ચમચી ગાય નાં ઘી માં શેકી તેમાં અડધો ગ્લાસ પાણી નાખી દેવું, ત્યારબાદ તેમાં ગંઠોડા, સૂંઠ અને ગોળ તથા ૧ થી ૨ વાળા કેસર નાંખી ગરમ ગરમ રાબ બનાવી દર્દી ને આપવા થી તેની અશકિત દૂર થાય છે.ખોરાકમાં પ્રવાહી ખોરાક, જ્યુસ, લીંબુ નુંપની, મગ નું પાણી, અજમા વાળા મગ, મોસંબી, નારંગી, સલાડ વધારે લેવું. દૂધ લેવું હોય તો હળદર નાખી ને પછી જ લેવું. સાદું દૂધ કફ ની વૃદ્ધિ કરે છે.

ઉપરોક્ત ઉપાયો અને ઔષધો ચોક્કસ આ મહામારી થી આપણી પોતાની જાતનું અને આપના સ્વજનોનું રક્ષણ કરવા માં કારગત નીવડશે તેમાં શંકા ને સ્થાન નથી.

(આ ઉપરાંત ગાઈડલાઈન માં જે મેડિસિન  બતાવેલ છે, તે જાણકારી માટે છે , પણ કોઈ પણ દવા નો ઉપયોગ નિષ્ણાત ની સલાહ વગર ના કરવા ખાસ સૂચન છે.:)